તાલુકા શૈક્ષિક મહાસંઘ લીલિયા દ્વારા ત્રણ માસનું પાંચ ટકા લેખે મોંઘવારી ચૂકવવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી કે, ગુજરાત સરકારશ્રી દ્વારા તમામ કેડરના કર્મચારીઓને વર્ષ-૨૦૧૯ની બાકી મોંઘવારી તફાવત ૫% લેખે ચૂકવવાના આદેશો જુલાઈ ૨૦૨૧ માં કરવામાં આવેલ હતા. જે મુજબ સરકારશ્રી ના તમામ વિભાગોના કર્મચારીઓને આ મોંઘવારી નો બીજો હપ્તાનું ચૂકવણુ કરી દેવામાં આવેલ છે. જ્યારે લીલીયા તાલુકાના શિક્ષકોના મોંઘવારી પુરવણીના બિલો ઓગષ્ટ ૨૦૨૧ માસમાં ટી.પી.ઇ.ઓ. કચેરીમાં રજૂ કરી આપેલ હોવા છતાં આજદિન સુધીમાં મોંઘવારીનો હપ્તો ચૂકવાયેલ નથી.જ્યારે સી.આર.સી. અને બી.આર.સી. કોઓર્ડીનેટર ને મોંઘવારી ઓગષ્ટ માસ માં ચૂકવાય ગયેલ છે…
મોંઘવારી હપ્તો સરકારશ્રી ની જાહેરાત મુજબ સમયસર ચૂકવાય તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અમરેલી તથા તા.વી.અધિકારી લીલીયાના પત્ર દ્વારા રજૂઆત કરાયેલ છે.
Recent Comments