fbpx
અમરેલી

તા. પં. સીટ વાઈઝ પ્રવાસનો તા. ૦૬/૦૩/ર૦ર૩ થી પ્રારંભ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

આજ તા. ૦૬ માર્ચ ર૦ર૩ થી અમરેલીના સાંસદ નારણભાઈકાછડીયાએ ગારીયાધાર વિધાનસભા હેઠળ આવતી વેળાવદર, વિરડી, લુવારા, ગુજરડા, શિવેન્દ્રનગર, સાતપડા, રૂપાવટી, મોટા ચારોડીયા, સુરનિવાસ, પરવડી–૧ અને પરવડી–ર તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસનો પ્રારંભ કરેલ છે.

જેમાં વેળાવદર તાલુકા પંચાયત સીટ હેઠળ વેળાવદર અને સરંભડા, વિરડી તાલુકા પંચાયત સીટ હેઠળ વિરડી, બેલા અને મોરબા, લુવારા તાલુકા પંચાયત સીટ હેઠળ લુવારા, નવાગામ અને ખોડવદરી, ગુજરડા તાલુકા પંચાયત સીટ હેઠળ ગુજરડા, ઠાંસા અને મેસણકા, શિવેન્દ્રનગર તાલુકા પંચાયત સીટ હેઠળ શિવેન્દ્રનગર, ડમરાળા અને સારીંગપુર, સાતપડા તાલુકા પંચાયત સીટ હેઠળ સાતપડા, સમઢીયાળા અને ભંડારીયા, રૂપાવટી તાલુકા પંચાયત સીટ હેઠળ રૂપાવટી, ગણેશગઢ અને પાલડી, મોટા ચારોડીયા તાલુકા પંચાયત સીટ હેઠળ મોટા ચારોડીયા અને નાની વાવડી, સુરનિવાસ તાલુકા પંચાયત સીટ હેઠળ સુરનિવાસ, માંગુકા, પીપળવા, પાંચટોબરા અને ફાચરીયા, પરવડી–૧ અને પરવડી–ર તાલુકા પંચાયત સીટ હેઠળ પરવડી, રતનવાવ ગામના સ્થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ અર્થે જરૂરી ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા. તેમજ પ્રવાસ દરમ્યાન સંસદ સભ્ય સ્થાનીક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત શિવેન્દ્રનગર ખાતે રૂા. ૪,૦૦,૦૦૦/– ની રકમથી મંજુર થયેલ બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરેલ હતું.

આ પ્રવાસ કાર્યક્રમમાં શ્રી રાજપાલસિંહ, મહામંત્રી તાલુકા ભાજપ ગારીયાધાર, શ્રી બળવંતસિંહ ખસીયા મહામંત્રી તાલુકા ભાજપ ગારીયાધાર, શ્રી મોહનભાઈ ભંડેરી મંત્રી જીલ્લા ભાજપ ભાવનગર, શ્રી રમેશભાઈ ગોયાણી ચેરમેન માર્કેટિંગ યાર્ડ ગારીયાધાર, શ્રી વિ.ડી. સોરઠીયા પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ ગારીયાધાર, ડો. પ્રફુલભાઈ કાત્રોડીયા પૂર્વ પ્રમુખ નગરપાલીકા ગારીયાધાર, ભાજપ અગ્રણીઓ શ્રી વી.પી.ગોહિલ, શ્રી રમેશભાઈ ગોહિલ, શ્રી ગોબરભાઈ મકવાણા, શ્રી ભનુભાઈ ચોવટીયા તથા સરપંચશ્રીઓ, આગેવાનો, ગ્રામજનો અને તમામ વિભાગના અધિકારીઓ જોડાયેલ હતા.

Follow Me:

Related Posts