અમરેલી

તા.પં. સીટ વાઈઝ પ્રવાસનો પ્રારંભ કરતા સાંસદનારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી

આજ તા. ૦૯ જાન્યુઆરી ર૦ર૩ થી અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીએ રાજુલા–જાફરાબાદ–ખાંભા વિધાનસભા હેઠળ આવતી લોઠપુર, મીતીયાળા, બાબરકોટ, વઢેરા, કડીયાળી, નાગેશ્રી અને ખાલસા કંથારીયા તાલુકા પંચાયત સીટ વાઈઝ અધિકારીઓ સાથેનો પ્રવાસનો પ્રારંભ કરેલ છે. જેમાં બંને પ્રતિનિધીઓએ લોઠપુર તાલુકા પંચાયત સીટ હેઠળ લોઠપુર અને લુણસાપુર, મીતીયાળા તાલુકા પંચાયત સીટ હેઠળ મીતીયાળા અને વાંઢ, બાબરકોટ તાલુકા પંચાયત સીટ હેઠળ બાબરકોટ અને વારાહસ્વરૂપ, વઢેરા તાલુકા પંચાયત સીટ હેઠળ વઢેરા,
કડીયાળી તાલુકા પંચાયત સીટ હેઠળ કડીયાળી, ધોળાદ્રી એન ઘેસપુર તેમજ કોળી કંથારીયા તાલુકા પંચાયત સીટ હેઠળ કોળી કંથારીયા, ખાલસા કંથારીયા, મીઠાપુર, કાગવદર, ભટવદર અને સરોવડા ગામના સ્થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાભળી તેમના નિરાકરણ અર્થે જરૂરી ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા.

આ પ્રવાસ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, જીલ્લા પંચાયત સભ્ય શ્રી કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી શ્રી નાજભાઈ બાંભણીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ ત્રિવેદી, જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ભીમભાઈ વરૂ, તાલુકા પંચાયત સદસ્યો શ્રી શિવરાજભાઈ કોટીલા, શ્રી હિંમતભાઈ સોલંકી, શ્રી કરશનભાઈ પરમાર, શ્રી બાલાભાઈ કોટડીયા, શ્રી અનિરૂધ્ધભાઈ વાળા તથા સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ જોડાયેલ હતા.

Related Posts