fbpx
અમરેલી

તા.ર૦,ર૧ અને રર જાન્યુઆરી–ર૦ર૧ ત્રણ દિવસ એકસરે સાથે ફ્રિ ડેન્ટલ ચેકઅપનું આયોજન

અમરેલીમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત સીટી ડેન્ટલ કેર(દાંતના દવાખાના)માં ડો.ખુશ્બુબેન સરખેદી અને તેમનાં લઘુબંધુ ડો.દીપ સરખેદીએ દાંતના રોગોમાં દર્દીઓનું સચોટ નિદાન અને સારવાર કરી બે જ વર્ષમાં જિલ્લાભરમાં ખ્યાતી પ્રાપ્ત કરેલ છે.
સીટી ડેન્ટલ કેરમાં ડો.ખુશ્બુબેન સરખેદી નિષ્ણાંત ડેન્ટીસ્ટ તરીકે ૪ વર્ષના અનુભવ સાથે પ્રેકટીશ કરી રહયા હોય એમની સચોટ સારવારથી અમરેલી જિલ્લાના હજારો દર્દીઓએ દાંતના વિવિધ રોગોમાંથી છુટકારો મેળવ્યો છે. અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્ટરી છે

એમની સચોટ ટેકનીકને લીધે દાંત કઢાવવાની જરૂરીયાત વાળા દર્દીઓને હંમેશા તેની ભલામણ કરવામાં આવે છે.

અમરેલીના એસ.ટી.ડેપો સામે આવેલ સીટી ડેન્ટલ કેર આધુનિક ઉપકરણોથી સજજ હોય આ સ્થળે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં વ્યકિતગત સર્વ, ઈન્ટ્રા ઓરલ કેમેરા, ડીઝીટલ એકસ–રે(દાંતના ફોટા પાડી કોમ્પ્યુટરમાં જોવાની સુવિધા), રૂટકેનાલ સારવાર, આરસીટીમાં વપરાતા સાધનો એન્ડોમોટર, એપેક્ષ લોકેટર, ઓટોકલેવ મશીન સાથે સ્ટરીલાયઝેશન(જંતુ મુકિત)ના ઉત્કૃષ્ટ ધોરણો વિગેરે દરેક સારવાર માટે લેટેસ્ટ સુવિધા અહિં ઉપલબ્ધ છે.

સીટી ડેન્ટર કેરના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમીતે ડો.ખુશ્બુબેન સરખેદી તથા ડો.દીપ સરખેદી દ્વારા તા.ર૦ તા.ર૧ અને રર જાન્યુઆરી–ર૦ર૧ એમ ત્રણ દિવસ ફ્રિ ડેન્ટલ ચેકઅપનું આયોજન સવારના ૯ થી રાત્રિના ૮ સુધી કરવામાં આવેલ છે. આ ત્રણે દિવસ એકસ–રે સાથે દાંતના રોગોનું ફ્રી ચેકઅપ કરી અપાશે. તો દાંતના દર્દીઓએ અચુક લાભ લેવા જણાવાયું છે.

Follow Me:

Related Posts