તા.૦૨ ડિસેમ્બરે એસ.ટી નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન યોજાશે
ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તા.૦૨ ડિસેમ્બર,૨૦૨૩ને શનિવારના રોજ એસ.ટી નિગમ દ્વારા શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા અભિયાન યોજાશે. આ અભિયાન અંતર્ગત એસ ટી અમરેલી વિભાગમાં આવતા અમરેલી, બગસરા, ધારી, કોડીનાર, રાજુલા, સાવરકુંડલા, ઉના બસ સ્ટેન્ડ ખાતે તેમજ બાબરા, દામનગર, લાઠી, ચલાલા, વડિયા, જાફરાબાદ, ગીર ગઢડા, તુલશીશ્યામ, ખાંભા એસ ટી પોઈન્ટ ખાતે સાંસદ શ્રી, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ તથા જાહેર જનતા અને મુસાફરોની ઉપસ્થિતિમાં બસ સ્ટેન્ડ સ્વચ્છતા, બસ સ્વચ્છતા, ટોયલેટ બ્લોક સ્વચ્છતા બાબતે સ્વચ્છતા પ્રત્યે પ્રેરિત કરવા તથા સ્વચ્છતાયુક્ત સુવિધા આપવા માટે અભિયાનનો શુભારંભ કરવામાં આવશે તેમ અમરેલી એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments