ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ તા. ૧૨ ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન યોજાશે. નાગરિકો પોતાના નામની નોંધણી કરાવી શકશે. આ ઉપરાંત મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા વધારા પણ કરાવી શકશે. પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં તમામ મતદાન મથકો ખાતે ખાસ ઝુંબેશ યોજવામાં આવશે.
આગામી તા.૨૧-૦૮-૨૦૨૨ (રવિવાર), તા.૨૮-૦૮-૨૦૨૨ (રવિવાર), તા.૦૪-૦૯-૨૦૨૨ (રવિવાર), તા.૧૧-૦૯-૨૦૨૨ (રવિવાર) ના રોજ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ખાસ કેમ્પ આ કામગીરી માટે યોજાશે. નાગરિકો પોતાના ઓનલાઈન ફોર્મ જુદાં-જુદાં પ્લેટફોર્મ જેવા કે, Voter helpline mobile app, https://voterportal.eci.gov.in/, https://nvsp.in/ મારફત ભરી શકશે. વધુ માહિતી માટે નં.૧૯૫૦ પર સંપર્ક કરવા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments