રાજુલા આઇટીઆઇ ખાતે તા.૧૫ ઓકટોબર, ૨૦૨૪ના રોજ સવારે ૧૦ કલાકે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની અદાણી સોલાર, મુન્દ્રા જિ.કચ્છના પ્લાન્ટ માટે આઉટસોર્સિંગ કંપની Meraqui Ventures Pvt Ltd. દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન છે. ૧૮ થી ૨૮ વર્ષ સુધીની વયના ઈલેક્ટ્રિશ્યિન, વાયરમેન, મશીનિસ્ટ, ફિટર, વેલ્ડર, ટ્રેક્ટર મિકેનિક, મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક, મશીનિસ્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અને ઈલેક્ટ્રોનિક મિકેનિક વિગેરે ટેકનિકલ ટ્રેડના આઈટીઆઈ પાસઆઉટ તાલીમાર્થીઓ તથા ડિપ્લોમા મીકેનીકલ, ઈલેક્ટ્રિકલ, કેમિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન પાસ આઉટ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોને રાજુલા આઇટીઆઇ ખાતે ઉપસ્થિત રહેવા રાજુલા આઇટીઆઇના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
તા.૧૫મીએ રાજુલા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Recent Comments