તા. ૧૯ સપ્ટેમ્બર,૨૦૨૪ને ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યે ધારી આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. મારુતિ સુઝુકી મોટર્સ હાસલપુર બેચરાજી પ્લાન્ટ માટે INNOV કંપની દ્વારા રોજગાર ભરતીમેળામાં ૧૮ થી ૨૪ વર્ષ સુધીના ઇલેક્ટ્રિશ્યિન, વાયરમેન, મશિનિસ્ટ, ફિડર, વેલ્ડર, ટેક્ટર મિકેનિક, મોટર મિકેનિક, ડિઝલ મિકેનિક ટ્રેડના પાસ આઉટ તાલીમાર્થી ભાગ લઈ શકશે. કંપની દ્વારા એફ.ટી.સી. અને એપ્રેન્ટીસ તરીકે પગાર ચૂકવવામાં આવશે. વયમર્યાદા ઉપરાંત ટ્રેડ લાયકાત ધરાવતા અમરેલી જિલ્લાના ઉમેદવારોએ આઈ.ટી.આઈ. ધારીમાંથી ઉપરોક્ત કોઈપણ ટ્રેડમાંથી તાલીમ લઈ પરીક્ષા આપી હોય તે ઉમેવારો પણ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે, તેમ ધારી આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
તા.૧૯મીએ ધારી આઈ.ટી.આઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Recent Comments