તા.૧૯ ઓકટોબરે અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાશે
અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. તા.૧૯ ઓકટોબર, ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) ખાતે યોજાનાર આ બેઠકમાં લોક પ્રતિનિધીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે નાગરિકોના પ્રશ્નોની ચર્ચા થશે. નિકાલ બાકી હોય તેવા કાગળ, અવેઇટ અને બાકી પેન્શન કેસ, વસૂલાત, નાગરિક અધિકાર પત્ર તળેની અરજીઓ, રજૂઆતોના નિકાલ અને વિવિધ અરજીઓ માટે કરવાની કાર્યવાહીની ચર્ચા અને સમીક્ષા સહિતની બાબતોને સંકલન સમિતિમાં આવરી લેવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા કલેકટર કચેરી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments