fbpx
અમરેલી

તા. ૧ એપ્રિલથી જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને વેક્સીન અપાશે, અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં કોવીડ-૧૯ અંતર્ગત બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં આજે અમરેલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ વેપારી મહામંડળના સભ્યો સાથે કોવીડ-૧૯  અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રીએ આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે અમરેલીના જે જે વિસ્તારોમાં વધારે કેસ આવે છે ત્યાં ધનવન્તરી રથના માધ્યમથી સઘન ચેકિંગ હાથ ધરી જરૂર પડે એન્ટીજન ટેસ્ટ અથવા RTPCR ટેસ્ટ કરી યોગ્ય દવાઓ પૂરી પાડવાની સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ  હાઉસ ટુ હાઉસ સર્વે માટે લોકોના ઘરે કે દુકાનોમાં આવેલા કર્મચારીને પૂરતો સહકાર આપવા જણાવ્યું હતું.

વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે આગામી ૧ એપ્રિલથી ૪૫ વર્ષની ઉંમરના વ્યક્તિઓને પણ વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવશે તો અમરેલીના વિવિધ વોર્ડના સદસ્યોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. અમરેલીના સદસ્યોને ૪૫ થી વધુ વયજુથના વ્યક્તિઓ સાથે યોગ્ય સંકલન સાધી વધુમાં વધુ લોકોને વેક્સીન આપવાનું આયોજન કરી જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને જણાવવા કહ્યું હતું જેથી તે મુજબ વેક્સિનેશન પ્રોગ્રામ હાથ ધરી શકાય. કલેક્ટરશ્રી દ્વારા વ્યાપારી મંડળના પ્રતિનિધિઓ અને શહેરના વેપારીઓને તેમના અનુકૂળ સમયે રસીકરણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જે. એચ. પટેલ તથા અમરેલી નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યશ્રીઓ તેમજ અમરેલી વેપારી મહામંડળના સભ્યો હાજર રહ્યાં હતાં.

Follow Me:

Related Posts