fbpx
અમરેલી

તા.૨૦ નવેમ્બરના રોજ નો-ફ્લાય ઝોન જાહેર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ

આગામી તા.૨૦/૧૧/૨૦૨૨ના રોજ દેશના માનવડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી અમરેલી શહેરમાં પધારશે.ન તેઓશ્રી અમરેલી એરપોર્ટ ખાતે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા આવશે. વડાપ્રધાનશ્રી “Z+ S” કક્ષાની સુરક્ષા ધરાવતા હોય આથી તેમની સુરક્ષાને ધ્યાને લઈ અમરેલી એરપોર્ટ, અમરેલી શહેરના ફોરવર્ડ ગ્રાઉન્ડ તથા વડાપ્રધાનશ્રી જે માર્ગે પસાર થવાના છે તે વિસ્તારને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા “નો-ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.

તા.૨૦ નવેમ્બરના રોજ સવારે ૯.૦૦ થી સાંજે ૭.૦૦ કલાક સુધી અમરેલી એરપોર્ટ તથા તેની આસપાસના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર, ફોરવર્ડ ગ્રાઉન્ડ તથા તેની આસપાસના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર, વડાપ્રધાનશ્રીના રુટ પરના ત્રણ કિમી ત્રિજ્યાનો વિસ્તાર નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પરવાનગી સિવાયની તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ સજા પાત્ર થશે.

Follow Me:

Related Posts