તા.૨૧ સપ્ટેમ્બરે યોજાનાર અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠકના સમયમાં ફેરફાર
અમરેલી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અને જનપ્રતિનિધીશ્રીઓની ઉપસ્થિતિમાં તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શનિવારના રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે. જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી) ખાતે યોજાનાર આ બેઠકના સમયમાં ફેરફાર થયો છે, સવારે ૧૧ વાગ્યે યોજાવાની હતી તે બેઠક સાંજે ૪ વાગ્યે યોજાશે. આથી, સંબંધિત સર્વે અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને બેઠકના સમય ફેરફાર અંગે નોંધ લેવા અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments