તા.૨૨મીએ લીલીયા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનો ફેબ્રુઆરી-૨૦૨૩ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ફેબ્રુઆરી, ૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે, મામલતદાર કચેરી, લીલીયાના સભાખંડ ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્ન રજુ કરવા માંગતા હોય તો મોડામાં મોડા તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ અથવા ટપાલમાં મળી જાય તે રીતે રજૂ કરવા મામલતદારશ્રી, લીલીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments