૨૫ જૂન વસમી યાદોની વાત કરીએ તો ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધી (કોંગ્રેસ સરકાર) દ્વારા ભારતીય બંધારણની કલમ ૩૫૨ હેઠળ દેશમાં ઈમરજન્સી (કટોકટી) લાદી હતી. અનિશ્વિત સમય સુધી ભારતીય લોકો પાસેથી મૂળભૂત અધિકારો અને વર્તમાનપત્રો ઉપર સેન્સરશીપ લાદી દેવામાં આવી હતી. ભારતમાં તત્કાલીન કોંગ્રેસના શાસને પ્રેસની સ્વતંત્રતા પણ છીનવી લીધી હતી. ૨૫ જૂનની વસમી યાદમાં સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ ચોક ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મોઢા ઉપર કાળી પટ્ટી બાંધીને મૌન રેલી યોજી હતી. આ તકે સાવરકુંડલા-લીલીયા ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, શહેર ભાજપની ટીમ, નગરપાલિકાના પ્રમુખ તથા પદાધિકારીઓ તથા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા
તા. ૨૫ જૂને કટોકટી દિવસની વસમી યાદમાં સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા ચહેરા પર કાળી પટ્ટી બાંધીને મૌન રેલી

Recent Comments