fbpx
અમરેલી

તા.૨૬ નવેમ્બર, તા.૩ ડિસેમ્બર અને તા.૦૯ ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૭૧ મતદાન મથકોએ BLO (બુથ લેવલ અધિકારી)ઓ ઉપસ્થિત રહેશે

 લાયકાતની તારીખના સંદર્ભમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર થતાં તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે. આગામી  તા.૨૬.૧૧.૨૦૨૩ (રવિવાર) તેમજ તા.૦૩.૧૨.૨૦૨૩ (રવિવાર) તથા તા ૦૯.૧૨.૨૦૨૩ (શનિવાર)ના રોજ ખાસ ઝુંબેશના દિવસો હોવાથી જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૭૧ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ સવારે ૧૦.૦૦ કલાક થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી મતદાન મથકો પર ઉપસ્થિત રહી મતદારયાદીમાં નામ નોંધણી સુધારા/કમી માટેનો ફોર્મ્સ સ્વીકારવામાં આવશે. જિલ્લામાં વસવાટ કરતા યુવા નાગરિકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા એક યાદીમાં જાહેર અપીલ કરવામાં આવી છે.

       ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ પ્લેટફોર્મ મારફત નાગરિકો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેવા કે Voter Helpline Mobile App (Android/iOS) , https://voterportal.eci.gov.in/  BLO App (BLO મારફત વધુ વિગતો માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે તેમ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts