તા.૨૮ ઓક્ટોબરે અમરેલીથી લાઠી-ચાવંડ અવરજવર માટે વૈકલ્પિક રુટ પરથી પસાર થવું

તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ સોમવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા અને અને લાઠી ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ટ્રાફિકની સમસ્યાના વૈકલ્પિક રુટ પરથી પસાર થવાઅંગે અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.વાહન ચાલકોને પસાર થવા માટે વૈકલ્પિક રુટપરથી પસાર થવા, અમરેલીથી વાયા લાઠી થઈ ચાવંડ જતા તમામ વાહનો વાયા લાઠી ભીડભંજન મહાદેવ થઈ ગાગડીયા સર્કલ લાઠી-લાઠી ચાવંડ દરવાજા થઈ રામપર-નાના રાજકોટ થઈ કરકોલીયા થઈ ચાવંડ જવું.ચાવંડથી લાઠી થઈ અમરેલી તરફ આવતા વાહનચાલકોએ વાયા કરકોલીયા થઈ નાના રાજકોટ-રામપર-લાઠી ચાવંડ દરવાજા-લાઠી ગાગડીયા સર્કલથી ભીડભંજન મહાદેવ થઈ લાઠી-અમરેલી રોડ પરથી પસાર થવું.આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામુ તા.૨૮.૧૦.૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ કલાકથી સાંજે ૭.૦૦ કલાક સુધી અમલી રહેશે.
Recent Comments