તા.૪ જૂને યોજાશે મતગણતરીઃ અમરેલીના લાઠી રોડ પર કોલેજ સર્કલ થી રેલ્વે ફાટક સુધીના રસ્તા પર પસાર થતા વાહનોએ અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક નિયમનના પગલે અમરેલી શહેરના લાઠી રોડ પર કોલેજ સર્કલ થી રેલ્વે ફાટક સુધીનો રસ્તો બંધ રહેશે. આ રસ્તા પરનું ટ્રાફિક અન્ય વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવશે. વૈકલ્પિક રૂટ-૧ લાઠી રોડ બાયપાસ ચોકડીથી મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ ચોકડીથી પસાર થવું, વૈકલ્પિક રૂટ-૨ કોલેજ સર્કલથી લાઠી તરફ જતા વાહનોએ રેલ્વે સ્ટેશન-હનુમાનપરા-લાઠી રોડ પર પસાર થવું, વૈકલ્પિક રૂટ-૩ લાઠી રોડ બાયપાસ ચોકડીથી અમરેલી શહેર તરફ આવતા વાહનોએ હનુમાનપરા રોડથી અમરેલી શહેરમાં પ્રવેશ કરવો, વૈકલ્પિક રૂટ-૪ ફોરવર્ડ સર્કથી લાઠી રોડ તરફ જતા મોટા વાહનોએ ચિતલ રોડ બાયપાસ બાજુથી પસાર થવું. આ જાહેરનામું તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ સવારના ૬ વાગ્યાથી મતગણતરી પૂર્ણ જાહેર થાય ત્યાં સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૧૩૧ અંતર્ગત શિક્ષા પાત્ર ઠરશે.
Recent Comments