તા.૪ સપ્ટેમ્બરને રવિવારના રોજ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧ /૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૧૨/૦૮/૨૦૨૨ થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી જાહેર કરવામાં આવી છે. તા.૦૪/૦૯/૨૦૨૨ (રવિવાર)ના ખાસ ઝુંબેશના દિવસે અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ કુલ ૧,૪૧૨ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીશ્રીઓ (BLO) સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહી, તા.૦૧ /૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદારોના નામની નોંધણી કરશે. ઉપરાંત મતદારયાદીમાં નામમાં સુધારા,નામ કમી કરાવી શકશે. વધુમાં વધુ ૧૮ વર્ષથી વધુ વયના પાત્રતા ધરાવતા યુવકો/યુવતીઓ નોંધણી કરાવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.
આ ઉપરાંત મતદારો પોતાના નામની નોંધણી તથા નામમાં સુધારો અથવા નામ કમી માટે ફોર્મ ઓનલાઇન પ્લેટફોર્મથી પણ ભરી શકાશે. આ પ્લેટફોર્મ્સ પર (૧) www.nvsp.in, (૨) www.voterportal.eci.gov.in, (૩)Voter Helpline Mobile App (Android / los), GARUDA APP (BLO મારફત) ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. આ માટે વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પરથી માર્ગદર્શન મેળવી શકાશે. તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ જિલ્લામાં સમાવિષ્ટ તમામ મામલતદાર કચેરીઓ તેમજ તાલુકામાં નિયત કરવામાં આવેલ સ્થળો ખાતે EVM-VVPAT નિદર્શન રાખવામાં આવેલ છે. જેમાં મહત્તમ લોકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
Recent Comments