અમરેલી

તા.૯મી માર્ચે અમરેલી જિલ્લા તથા તમામ તાલુકા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

 અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ જિલ્લા જજશ્રીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા અદાલત તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં તા.૯ માર્ચ,૨૦૨૪ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં મોટર અકસ્માત વળતર કેસ, દીવાની દાવા, ચેક પરત લગત કેસ, જમીન સંપાદન લગત કેસ, કામદાર તથા માલિકને લગત કેસ, માત્ર દંડથી શિક્ષાપત્ર કેસ, તથા તમામ સમાધાન લાયક કેસોનો નિકાલ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળ કચેરીનો  અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઈટનો સંપર્ક પણ કરી શકાશે, તેમ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

Related Posts