અમરેલી

તિરંગામય બનશે અમરેલી : રાષ્ટ્રપ્રેમ થશે ઉજાગર, અમરેલી શહેરમાં મુખ્ય માર્ગો પર તા.૧૨મી ઓગસ્ટે

અમરેલી શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તા.૧૨ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે.

જેમાં પદાધિકારીશ્રી – અધિકારીશ્રી,પોલીસ અને હોમગાર્ડ જવાનો, ઘોડેસવારો, વિદ્યાર્થીઓ, નાગરિકો સહિત સૌ કોઈ તિરંગા સાથે ઉત્સાહભેર જોડાશે અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરશે.

શહેરના કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ મેદાન ખાતેથી સવારે ૮.૩૦ કલાકે આ તિરંગા યાત્રા પ્રસ્થાન થશે, ત્યારબાદ નાગનાથ મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, કાશ્મીરા ચોક, લાઇબ્રેરી ચોક, નાના બસ સ્ટેન્ડ (હરિરામ બાપા સર્કલ) અને સરદાર સર્કલ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન થશે.

ઉલ્લેખનીય છે કે, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિકો તિરંગો લહેરાવી પોતાના રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરશે, અમરેલી તિરંગામય બનશે.

હર ઘર અભિયાન  હર ઘર સ્વચ્છતાની થીમ પર ઉજવણી  કરવામાં આવી રહી છે. જેથી નાગરિકોમાં સ્વચ્છતા માટેની જન જાગૃત્તિ પણ વ્યાપક બનશે.

Related Posts