fbpx
રાષ્ટ્રીય

તિરુપતિ નજીક બેન્ઝ કાર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરના બે ટુકડા પણ કોઈ જાનહાનિ નહિ

તિરુપતી નજીકના બાયપાસ રોડ પાસે અકસ્માત થયો હતો. બેન્ઝ કાર અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રેક્ટરના એન્જિનના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ છે. આ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે. આ અંગે એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. અકસ્માતના પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થયો હતો. બાદમાં ટ્રેક્ટરને બાજુમાં મુકીને ટ્રાફિકની અવર-જવર શરૂ કરવામાં આવી હતી. અકસ્માત રાનીગુનતા-ચિત્તુર બાયપાસ પર અકસ્માત થયો હતો. બેન્ઝ કાર તિરુપતિથી ચિત્તોર તરફ જઈ રહી હતી અને ટ્રેક્ટ રોંગ સાઈડે આવતા બંને અથડાયા હતા. બિન્ઝ કાર જાેરથી ટ્રેકટરને અથડાતા કારના ડાબા પડખામાં સામાન્ય ઈજા થઈ હતી. જાેકે અંદર બેઠેલા કોઈ વ્યક્તિને ઈજા થઈ નહોતી.

અકસ્માતમાં ટ્રેકટરના એન્જિનના બે ટુકડા થઈ ગયા હતા. ટ્રેક્ટર ટ્રોલીથી અલગ પડી ગયું હતું. ટ્રેક્ટરનું એન્જિન સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું અને તેના કેટલાક ભાગ રોડ પર છુટાછવાયા પડ્યા હતા. ટ્રોલી પણ રોડ પર ઉંધી વળી ગઈ હતી. ટ્રેક્ટરના ડ્રાઈવરે ઈજા થઈ હતી. બેન્ઝના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટરના એન્જિનના બે ટુકડા થતા જાેઈને સ્થાનિકોને પણ નવાઈ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માતના સમયે બેન્ઝની સ્પીડ ૧૦-૧૨૦ કિમીની હતી. અકસ્માતની માહિતી મળ્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

Follow Me:

Related Posts