રાષ્ટ્રીય

તિરૂપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી ટ્રેનમાં આગ લાગી, ૧૨ લોકો બળીને ભળથુ બની ગયા

વહેલી સવારે તિરુપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના મદુરાઈ રેલવે સ્ટેશન પર બની હતી. તાજેતરની માહિતી અનુસાર, પેન્ટ્રી કોચમાં ૮ લોકો જીવતા સળગી ગયા છે. જ્યારે ૨ લોકો ઘાયલ થયા હતા. જાે કે હવે તે ૨ લોકો સહિત ૧૦ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. આ આગ દુર્ઘટનાનું કારણ રેલવે અધિકારી જાહેર કરશે.

હજુ પણ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે, આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે, મળતી માહિતી મુજબ જેમાં મૃત્યુ પામનાર બધા લોકો ઉત્તરપ્રદેશના હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે. તિરૂપતિ-રામેશ્વરમથી કન્યાકુમારી જઈ રહેલી આ સ્પેશિયલ ટ્રેનમાં અચાનક આગની ઘટના બની હતી. આગે જાેત-જાેતામાં વિકરાળ રુપ ધારણ કરતા પેન્ટ્રી કોચમાં લાગેલી આગની ઝપેટમાં આવી ગયો હતો જેમાં બેઠેલા ૧૦ લોકોના મોત થયા છે તેમજ ૨ લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી હતી જેઓના પણ મોત થયા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના મોડી રાતે મદુરૈ રેલવે સ્ટેશન પર બની હતી.

Related Posts