ગુજરાત

તિલકવાડાના વજીરીયા ખાતે તાલુકા કક્ષાનો પ્રદર્શન યોજાયો

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ નર્મદા આયોજિત પ્રાથમિક શાળાઓ માટેના સીઆરસી કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ તિલકવાડા તાલુકાના કારેલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં નાંદોદ ધારાસભ્ય દર્શના દેશમુખ, પદાધિકારી, અધિકારી અને સંઘના હોદેદારો તેમજ અન્ય આમંત્રિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજના બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. અને આ બાળકોના શિક્ષણ માટે સરકાર દ્વારા અવાર નવાર નવાચાર અને ઇનોવેટીવ કાર્યક્રમ યોજી સરકારી શાળાઓમાં બાળકોને રસ અને રુચી જળવાય તે માટે પ્રયત્ન થઇ રહ્યા છે. સાથે જ અનેક કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જેના ભાગરૂપે હાલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નર્મદા તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાની અનેક સ્કૂલોમાં પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના થકી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય અને વિદ્યાર્થી પોતાની પ્રતિભા પ્રદર્શિત કરે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરી દેશને પ્રગતિના પથ પર આગળ વધારવામાં સહભાગી બની શકે. જેના ભાગરૂપ તિલકવાડા તાલુકાના કારેલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનુ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓ દ્વારા પારંપરિક લોકનૃત્ય કરી મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ ૪૦ જેટલી ગણિત-વિજ્ઞાન-પ્રયાવરણને લગતી કૃતિઓ રજૂ થઈ હતી. જેમાં ૮૦ બાળકો અને ૪૦ શિક્ષકોએ રજૂઆત કરી હતી.

સાથે જ ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર નોટ, બુક, બોલપેન, પાટિયા તેમજ ટિફિન બોક્ષ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અને વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગાનુ યોગ કારેલી શાળાનો સ્થાપના દિન હોઇ/મહેમાનોની ઉપસ્થિતિમાં બર્થ ડે કેક કાપી શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ નિદર્શનમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષા તિલકવાડાના બી.આર.સી. અને સી.આર.સી., તા.પ્રા.શિક્ષણાધિકારી, ક્લસ્ટરના સર્વે શિક્ષકો, નામી અનામી તમામ વ્યક્તિઓએ સહયોગ આપ્યો હતો. વધુમાં દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યુ હતુ.

Related Posts