fbpx
રાષ્ટ્રીય

તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈન માલિશ કરાવતો વીડિયો થયો વાયરલ

મની લોન્ડ્રીંગ સાથે જાેડાયેલ કથિત કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો છે. જેનાથી તેમની મુસિબતો વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તિહાજ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન જેલમાં શાનદાર જિંદગી વિતાવી રહ્યા છે અને માલિશ કરાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, સત્યેન્દ્ર જૈન જેલમાં જ મસાજનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ વીડિયો સામે આવવા પર ભાજપે ફરી એક વાર આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવાનું શરુ કરી દીધું છે. વીડિયો વાયરલ થયા બાદ ભાજપે આરોપ લગાવ્યો છે કે, સત્યેન્દ્ર જૈનને જેલમાં વીઆઈપી ટ્રીટમેંન્ટ મળી રહી છે. વાયરલ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરાવતા દેખાય રહ્યા છે.

જે વીડિયો વાયરલ થયો છે , તે કેટલાય દિવસ પહેલાનો છે. કારણ કે વીડિયોમાં જૈન અલગ અલગ ટીશર્ટમાં દેખાઈ રહ્યા છે. જાે કે, તિહાડ જેલના સૂત્રોએ દાવો કર્યો છે કે, આ સીસીટીવીના ફુટેજ છે અને આ વીડિયો ખૂબ જ જૂનો છે. તિહાડ જેલમાંથી સામે આવેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, જેલમાં આપના મંત્રી સત્યેન્દ્ર જૈન માટે બેડ લગાવ્યો છે. તેના પર બિસ્તર પણ લગાવ્યું છે. તેના પર સત્યેન્દ્ર જૈન આરામથી સુતેલા દેખાય છે અને એક શખ્સ મસાજ કરી રહ્યો છે. સીસીટીવી વીડિયોથી સ્પષ્ટ થયું છે કે, તેમને એક સામાન્ય કેદી કરતા વધારે સુવિધાઓ આપના મંત્રી સત્યેન્દ્ર જૈનને આપવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts