તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈનનો જેલ સુપ્રિટેન્ડેન્ટની સાથેનો વિડીયો થયો વાઈરલ
તિહાડ જેલમાં દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તિહાડ જેલના પૂર્વ પોલીસ અધિક્ષક અજીત કુમાર સત્યેન્દ્ર જૈનના સેલમાં બેઠેલા જાેવા મળે છે. સીસીટીવી ફૂટેજ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના છે. અજીત કુમાર તે સમયે તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ હતા. તેમને આ મહિનાની શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વીડિયોને પોતાના ટિ્વટર હેન્ડલથી શેર કરતા દિલ્હી બીજેપી પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગાએ આરોપ લગાવ્યો છે કે, ‘તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ સત્યેન્દ્ર જૈન સરને રિપોર્ટ કરી રહ્યો છું. આ અરવિંદ કેજરીવાલનું શાસન મોડલ છે. બીજી તરફ, બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, ‘મીડિયાએ તિહાડનો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વખતે સત્યેન્દ્રની કોર્ટમાં એક જેલ સુપ્રિટેન્ડેન્ટ છે, જેને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે! બળાત્કારી પાસેથી મસાજ કરાવીને ખાવાનું ખાધા પછી હવે આ! આ આમ આદમી પાર્ટીની ભ્રષ્ટાચાર થેરેપી છે, પરંતુ સીએમ અરવિંદ કેજરીવાલ તેનો બચાવ કરે છે!
શું તે હવે સત્યેન્દ્ર જૈનને કાઢી મૂકશે? આ પહેલા પણ તિહાડમાંથી જૈનના કેટલાય વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ મસાજ કરાવતા અને બહારથી લાવેલું ભોજન ખાતા જાેવા મળ્યા હતા. સત્યેન્દ્ર જૈનના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમની તબિયત ખરાબ છે અને જેલમાં રહેવા દરમિયાન તેમનું વજન ૨૮ કિલો ઘટી ગયું છે, જ્યારે તિહાડ જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે જૈનનું વજન ૮ કિલો વધી ગયું છે. તિહાડ જેલના અન્ય એક સીસીટીવી ફૂટેજમાં સત્યેન્દ્ર જૈન ફ્રૂટ, ડ્રાયફ્રુટ્સ અને સલાડ ખાતા જાેવા મળ્યા હતા. આ અંગે ટિપ્પણી કરતા ભાજપના પ્રવક્તા શહઝાદ જયહિંદે કહ્યું હતું કે, ‘બળાત્કારી પાસેથી મસાજ કરાવ્યા પછી અને તેને ફિઝિયોથેરાપિસ્ટ કહ્યા પછી સત્યેન્દ્ર જૈનને શાહી ભોજન માણતા જાેઈ શકાય છે. તેમને એવું ભોજન પીરસવામાં આવી રહ્યું છે કે જાણે તેઓ કોઈ રિસોર્ટમાં રજા પર હોય. અરવિંદ કેજરીવાલે સુનિશ્ચિત કર્યું છે કે હવાલાબાઝને જેલમાં વીવીઆઈપી મજા મળે, સજા નહીં.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તિહાડમાં સત્યેન્દ્ર જૈનને મસાજ કરનાર રિંકુ નામના વ્યક્તિ પર તેની જ સગીર પુત્રી પર બળાત્કાર કરવાનો આરોપ છે. તેની ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે તિહાડ જેલમાં બંધ છે. તેની ટ્રાયલ ચાલી રહી છે. તિહાડના આ વીડિયો પર આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયાસ છે. ભાજપ પાસે બતાવવાનું કોઈ કામ નથી તેથી સ્ઝ્રડ્ઢ ચૂંટણી દરમિયાન આ પ્રકારના વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનનો બચાવ કર્યો અને કહ્યું કે તેમની કરોડરજ્જુમાં થોડી સમસ્યા છે, ડૉક્ટરે ફિઝિયોથેરાપીની સલાહ આપી છે. જેલમાં તેની ફિઝિયોથેરાપી ચાલી રહી હતી. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સત્યેન્દ્ર જૈનના વકીલે જેલના ઝ્રઝ્ર્ફ ફૂટેજ લીક થવા પર સવાલ ઉઠાવ્યા છે.
Recent Comments