બોલિવૂડ

તુનિષા શર્મા બાદ આ યંગ એક્ટરે કરી આત્મહત્યા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આત્મહત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય પહેલા ઘણી એક્ટ્રેસીસના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. આ પછી ટીવી એક્ટ્રેસ તુનિષા વર્માનો કેસ સામે આવ્યો. પહેલા તો તેને પણ આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેમાં ઘણા ખુલાસા થયા અને તેને હત્યાનો કેસ કહેવામાં આવ્યો. આવી સ્થિતિમાં ફરી એકવાર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હવે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે જેણે સૌકોઇને હચમચાવી નાંખ્યા છે. ‘કુંડનપુ બોમ્મા’ અને ‘સેકેન્ડ હેંડ’ જેવી તેલુગુ ફિલ્મોમાં જાેવા મળી ચુકેલા ટોલીવુડ એક્ટર સુધીર વર્મા (જીેઙ્ઘરીીિ ફટ્ઠદ્બિટ્ઠ)એ સુસાઇડ કરી લીધું છે. કુંડનપુ બોમ્મા ફિલ્મમાં તેના કોસ્ટાર સુધાકર કોમાકુલાએ આ દુખદ સમાચાર શેર કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને એક્ટરના નિધનની જાણકારી આપી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ટોલીવુડ એક્ટર સુધીર વર્માએ વિશાખાપટ્ટનમમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. સુધાકર કોમકુલાએ સુધીરના નિધનની પુષ્ટિ કરી છે. આ દુખદ સમાચાર શેર કરતા તેણે લખ્યું, આટલો પ્રેમાળ છોકરો, તને જાણીને અને તમારી સાથે કામ કરીને આનંદ થયો! આ વાતને સ્વીકારી નથી શકતો કે હવે તુ આ દુનિયામાં નથી! ઓમ શાંતિ. કહેવામાં આવી રહ્યું છે કે તેણે અંગત કારણોસર જીવન ટૂંકાવ્યુ છે. ૨૦૧૬માં ફિલ્મ કુંદનપુ બોમ્મા (દ્ભેહઙ્ઘટ્ઠહટ્ઠॅે મ્ર્દ્બદ્બટ્ઠ)માં સુધીર વર્માએ લીડ રોલ કર્યો હતો. તેણે તુલુગુ ફિલ્મ સ્વામી રા રા સાથે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી જે ૨૦૧૩માં રિલીઝ થઇ હતી. સુધીર વર્માએ ‘શૂટ આઉટ એટ અલેયર’ નામની એક વેબ સીરીઝમાં પણ કામ કર્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વિજાગનો છે અને તેના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે.

Related Posts