fbpx
રાષ્ટ્રીય

તુર્કીએ ક્રૂડ ઓઇલ લઈ જતું ભારતીય જહાજ રોક્યું, અનેક જહાજ ફસાયાં

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ક્રૂડ ઓઈલ લઈ જનારા જહાજાે કાળા સમુદ્રમાં તુર્કીની જળસીમામાં અટવાઈ ગયા છે. તુર્કીએ ઓઈલ ટેન્કરોના ઈન્સ્યોરન્સ પેપર્સની તપાસ પ્રક્રિયામાં ફેરફાર કર્યા બાદ આ સમસ્યા ઊભી થઈ છે. વૈશ્વિક બજારોમાં લાખો બેરલ ક્રૂડ ઓઈલ લઈ જતા ઘણાં જહાજાે તુર્કીએ રોક્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી સમુદ્રમાં અટવાઈ પડ્યાં છે અને આગળ વધી શક્યા નથી. તુર્કીએ જી-૭ દેશોના રશિયન ક્રૂડ ઓઈલની કિંમત મર્યાદા નક્કી કર્યા બાદ વીમા સંબંધિત નવો નિયમ જાહેર કર્યો હતો. તુર્કી હવે માંગ કરી રહી છે કે, જહાજનો વીમો કરનારી કંપનીઓનું ગેરંટી કવર બતાવે કે જેમાં લખેલું હોય કે, આ જહાજ પર લઈ જવામાં આવી રહેલું તેલ ૬૦ ડોલર પ્રતિ ડોલર અથવા તેનાથી ઓછી કિંમતે ખરીદવામાં આવ્યું છે. ય્-૭ દેશોએ રશિયન ક્રૂડ પર પ્રતિ બેરલ ૬૦ ડોલરની કિંમત મર્યાદા મૂકી છે. એટલે કે, રશિયન તેલ આનાથી વધુ મોંઘું નહીં હોય.

ભારતમાં તેલ લઈ જનારા ટેન્કરમાં ૧૦ લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઈલ લાવવામાં આવી રહ્યુ છે. અમેરિકાના નેતૃત્વમાં ઘણા દેશો યુક્રેન યુદ્ધ પછી રશિયાના ક્રૂડ ઓઈલ પર ભાવ મર્યાદા લાદવાની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, રશિયા મોંઘા ભાવે ક્રૂડ ઓઈલ વેચીને ઘણો નફો કમાઈ રહ્યું છે અને તેમાંથી મળતા રૂપિયાનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં કરે છે. તાજેતરમાં ય્-૭ દેશોના જૂથ અને તેના સહયોગીઓએ રશિયન તેલની કિંમતો પર બેરલ દીઠ ૬૦ ડોલરની ભાવમર્યાદા નક્કી કરવાની મંજૂરી આપી છે. તુર્કી પણ નાટોમાં સામેલ છે. તેથી જ હવે તેણે રશિયન ઓઈલ પર લાદવામાં આવેલી કિંમત મર્યાદાનો અમલ કરવા માટે ક્રૂડ ઓઈલ લઈને પસાર થતા જહાજાેને અટકાવીને તપાસ કરી રહી છે. તુર્કીએ કાગળો માગવાનું પરિણામ એ આવ્યું છે કે, ૧.૮ કરોડ બેરલ ક્રૂડ ઓઇલ લઈને જતા ૨૦ જેટલા માલવાહક જહાજ ઘણાં દિવસથી બોસ્ફોરસ અને ડાર્ડાનેલ્સ શિપિંગ જલડમરૂમધ્યમાંથી પસાર થવાની રાહ જાેઈ રહ્યા છે.

પહેલાં ક્રૂડ ઓઇલ લાદેલા જહાજાેની વીમા સંબંધિત દસ્તાવેજ વીમા કંપનીની વેબસાઇટ પર જાેઈને તુર્કીના અધિકારી જહાજને જવાની મંજૂરી આપતા હતા. પરંતુ, અમેરિકા અને ઇંગ્લેન્ડના દબાવ પછી તુર્કીએ આવું કરવાનું બંધ કરી નાંખ્યું છે. કાળા સમુદ્રમાં અટવાયેલા મોટાભાગના માલવાહક જહાજાે ક્રૂડ ઓઈલ લઈને યુરોપ જઈ રહ્યા છે. ત્યારે કેટલાક જહાજ ભારત, દક્ષિણ કોરિયા અને પનામા જઈ રહ્યા છે. ઓગણીસ ટેન્કરમાં કઝાકિસ્તાનનું ઝ્રઁઝ્ર ક્રૂડ છે. તો બીજી તરફ, ભારત આવી રહેલા એક ટેન્કરમાં ૧૦ લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ભરેલું છે.

Follow Me:

Related Posts