fbpx
ભાવનગર

તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા શ્લોકને લોક સુધી પહોચાડવાનું કાર્ય કર્યું – મોરારિબાપુ

ભાવનગરમાં આજથી પ્રારંભ થયેલ રામકથામાં શ્રી મોરારિબાપુએ મહાત્મ્ય વર્ણન સાથે જણાવ્યું કે, તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા શ્લોકને લોક સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. ભાવનગરમાં રામકથા પ્રારંભે પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ દીપપ્રાગટ્ય સાથે આશીર્વચન પાઠવી યજમાન પરિવારને ધન્યવાદ પાઠવ્યા. સ્વામી શ્રીએ રામચરિત માનસનું તેજ દિવસે દિવસે વધી રહ્યાંનું જણાવી શ્રી મોરારિબાપુ દ્વારા વિશ્વભરમાં રામકથા ગાનને બિરદાવેલ. તેઓએ સંતના લક્ષણો વ્યક્ત કર્યા.

શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ રામકથા પ્રારંભે મહાત્મ્ય ગાન કરતા શ્રી મોરારિબાપુએ શ્રી તુલસીદાસજી વંદના કરતા કહ્યું કે, તેઓએ રામચરિત માનસ રચના દ્વારા શ્લોકને લોક સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. શ્રી મોરારિબાપુએ રામ ચરિત માનસ શબ્દોને સીડીના રૂપકથી નીચેથી વાંચી સમજાવ્યું કે માનસ એટલે હૃદય, ચરિત એટલે ચરિત્ર અને રામ એટલે ભગવાન, એમ હ્રદય વાળી વ્યક્તિ ચરિત્ર નિર્માણ દ્વારા ભગવાન રામની પ્રાપ્તિ કરી શકે છે. શ્રી મોરારિબાપુએ આજની ‘ગીતા જયંતિ’ પર્વની વધાઈ પાઠવી હતી.

શ્રી મોરારિબાપુએ ‘કેવટ માનસ’ કથા આયોજનમાં શ્રી જયંતભાઈ વનાણી પરિવારના સદભાવના બિરદાવી હતી. નિમિત્તમાત્ર યજમાન પરિવારના સભ્યો દ્વારા પ્રાસંગિક ભાવ વ્યક્ત કરાયા હતા. શ્રી ગોળીબાર હનુમાનજી મંદિરથી શ્રી મદનમોહનદાસજી મહારાજના આશીર્વાદ સાથે રામકથા પોથીયાત્રા પ્રારંભ થયેલ જે, વાજતે ગાજતે ‘મારુતિ ધામ’ પહોંચેલ. અહી ભાવનગર રાજવી પરિવારના શ્રી સંયુક્તાકુમારીજી અને મહાનુભાવો જોડાયા હતા. જાણિતા ઉદ્ઘોષક શ્રી નેહલ ગઢવીના કથા પ્રારંભ ઉપક્રમના સંચાલન સાથે શરૂઆતમાં શ્રી રામદાસ નિમાવત અને વૃંદ દ્વારા ભક્તિ રચના રજૂ થયેલ.

Follow Me:

Related Posts