ધારાસભ્ય ગોપાલ મંડલે ટ્રેનમાં ચડતા જ તેમને વૉશરુમ જવું પડ્યું હતું અને ઉતાવળમાં તેઓ અંડરવેરમાં જ જતાં રહ્યા હતા. બાદમાં એક યાત્રીએ તેઓની સાથે ગેરવર્તન કર્યું હતું. થોડા સમય માટે ધારાસભ્ય કઈં બોલ્યા ન્હોતા પરંતુ બાદમાં આવીને તેમણે આ મુદ્દે વાતચીત કરી હતી. જેવા આરોપ તેમના પર લગાવવામાં આવી રહ્યા છે તેવું કઈં જ બન્યું નથી. તેમના મિત્ર કુણાલ સિંઘે કહ્યું હતું કે થોડો ગુસ્સો તો આપણને બધાને આવી જતો હોય છે. ધારાસભ્ય ગોપાલ મંડલ પટનાથી દિલ્હી એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમણે એવું કર્યું કે જેનાથી સહયાત્રીઓને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું અને તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો. તો સામે ધારાસભ્ય ગોપાલ મંડલે પણ તેમણે ગોળી મારી દેવાની ધમકી આપી દીધી હોવાના સમાચાર મળ્યા હતા. પટનાથી દિલ્હી તેજસ ટ્રેનમાં સફર કરી રહેલા ગોપાલ મંડલ પર આરોપ હતો કે તેઓ અંડરવેર પહેરીને ટ્રેનની બોગીમાં આમથી તેમ ફરી રહ્યા હતા. આ બાબતથી તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોએ આપત્તિ દર્શાવી હતી.
તો તેમણે આ સહયાત્રીઓ સાથે ગાળાગાળી કરીને તેમણે ગોળી મારી દેવાની ધમકી આપી દીધી હતી. એક સહયાત્રી પ્રહલાદ પાસવાને આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્ય ગોપાલ મંડલ અન્ડરવેરમાં ફરી રહ્યા હોવાથી તેમણે તેનો વિરોધ કર્યો હતો પરંતુ ત્યાં સુધી તેઓને ખબર ન હતી કે તેઓ ધારાસભ્ય છે. ગોપાલ મંડલે તેમણે માં-બહેન સામે ગાળો આપી હતી અને મારપીટ પણ કરી હતી. ધારાસભ્ય ગોપાલ મંડલ તેમને ગોળી મારવાની ધમકી આપી હતી જેની તેઓએ બાદમાં આરપીફ ને ફરિયાદ પણ કરી હતી. ફરિયાદ બાદ તેમનો કોચ બદલી નાખવામાં આવ્યો હતો. ઍઆ મામલે ધારાસભ્ય ગોપાલ મંડલે કોઈ વાતચીત કરવાની હમણાં નાં પાડી દીધી હતી. તેમના એક મિત્રએ આ મામલે કહ્યું હુત કે ગોપાલ ડાયાબિટીઝનાં દર્દી છે અને તેઓ દિલ્હી તેની દવા લેવા માટે જઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમનું વજન પણ ઘણું વધારે છે માટે તેઓ પૂરાં કપડામાં વૉશરુમ નથી જઈ શકતા. તેઓ ક્યારેક લુંગીમાં અને ક્યારેક ઓછા કપડામાં જ બાથરુમ જતાં હોય છે.
Recent Comments