રાષ્ટ્રીય

તેજસ ટ્રેન મોડી પહોંચતા યાત્રીઓએ રિફન્ડ માંગ્યું : દરેકને ૨૫૦-૨૫૦ રિફન્ડ આપ્યું

ટ્રેનના મોડી હોવા પર મુસાફરોને રિફન્ડ મળતું હોય છે. તેથી ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટૂરિઝમ(ૈંઇઝ્ર્‌ઝ્ર)એ રિફન્ડ માટે ક્લેમ કરનારા ૧૫૭૪ પેસેન્જર્સને મંગળવારે વ્યક્તિ દીઢ ૨૫૦ રુપિયા એમ કરીને ટોટલ ૩,૯૩,૫૦૦ રુપિયાની ચૂકવણી કરી છે. વિમાન જેવી સુવિધાઓ ધરાવનારી તેજસ એક્સપ્રેસ ઓગસ્ટ ૨૦૧૯માં શરુ કરવામાં આવેલી. આ ટ્રેન કોરોનાની બીજી લહેરમાં ૪ એપ્રિલે બંધ કરી દેવામાં આવી. તે પછી ૭ ઓગસ્ટે ફરીથી શરુ કરવામાં આવી. આ ટ્રેન લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈ રુટ પર દોડે છે. તેજસ દેશની પહેલી ટ્રેન છે, જેના મોડા પડવા પર યાત્રીઓને રિફંડ મળે છે.ૈંઇઝ્ર્‌ઝ્ર નિયમ છે કે જાે ટ્રેન બે કલાકથી વધુ મોડી પડે તો દરેક પેસેન્જરને ૨૫૦ રુપિયા રિફંડ કરવામાં આવશે. એક કલાક ટ્રેન મોડી હોવા પર ૧૦૦ રુપિયા રિફન્ડ કરવાનો નિયમ છે.

ૈંઇઝ્ર્‌ઝ્રએ આજ હિસાબથી યાત્રીઓને ૨૫૦-૨૫૦ રુપિયા તેમના બુકિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે. પૂર્વોત્તર રેલવેના મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક અજીત કુમાર સિન્હાએ જણાવ્યુ કે તેજસમાં યાત્રા કરનાર પેસેન્જર્સને ટ્રેન મોડી પડે તો એક મેસેજ મોકલવામાં આવે છે. તેમા એક મેઈલ ૈંડ્ઢ હોય છે, જેમાં યાત્રી રિફન્ડ માટે ક્લેમ કરી શકે છે. ૨૧ ઓગસ્ટે ટ્રેન મોડી હોવા પર કુલ ૧૫૭૪ યાત્રીઓએ ક્લેમ કર્યો હતો. તેમનું રિફન્ડ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે તેજસના સંચાલનમાં ટેકનીકલ ખરાબી ન આવે તે માટે ટ્રેક પર સતત મોનિટરિંગ કરવામાં આવતુ હોય છે. તે સર્વિલાંસને વધુ મજબૂત કરવામાં આવે છે. તેજસમાં ફ્લેક્સી ફેયર સ્કીમ લાગૂ છે, એટલે કે સીટોની બુકિંગ હોવાની સાથે જ તેનું ભાડુ વધારવામાં આવે છે. દિલ્હી સુધી ચેયર કારની બેઝ પ્રાઈસ ૧,૧૨૫, એક્ઝીક્યૂટિવ ક્લાસની બેઝ પ્રાઈસ ૧,૨૮૦ રુપિયા અને એક્ઝીક્યૂટિવ ચેયર કારના ૨,૪૫૦ રુપિયા છે. ટ્રેન મોડી હોવા પર પેસેન્જરને મેસેજ મળે છે. દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ બે વર્ષોમાં પહેલી વખત મોડી પડી છે. ૨૧ ઓગસ્ટે લખનઉ જંક્શનથી ટ્રેન સમયસર નીકળી હતી પરંતુ દિલ્હી પહોંચતા-પહોંચતા અઢી કલાક મોડી પડી ગઈ. તેનું કારણ દિલ્હીમાં વરસાદના કારણે સિગ્નલ ફેઈલ હોવાથી અને યાર્ડમાં પાણી ભરાઈ જવાના લીધે બતાવામાં આવી રહ્યુ છે.

Related Posts