રાષ્ટ્રીય

તેલંગનામાં ડાન્સ કરતા કરતા યુવકનો અચાનક જ જતો રહ્યો જીવ

હૈદરાબાદથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર આવેલા ર્નિમલ જિલ્લાના પારદી ગામમાં મહારાષ્ટ્રના રહેવાવાળા મોતિમ નામના યુવકનું મૃત્યુ. યુવક પોતાના એક સબંઘીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક જ તેને હૃદય રોગનો હુમલો આવ્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો. મહેમાનો યુવકને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે યુવકને મૃત જાહેર કર્યો. તબીબોએ જણાવ્યું કે, યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હશે. તેલંગનામાં ૪ દિવસમાં આ બીજી ઘટના છે. ૨૨ ફેબ્રુઆરીના રોજ પણ હૈદરાબાદના એક જીમમાં કસરત કરતી વખતે ૨૪ વર્ષના એક પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું.

આ વીડિયોમાં જાેવા મળતો યુવક નાદેડ જિલ્લાના કિનવટ તહસીલના શિવનીનો રહેવાસી છે. તેની ઉંમર ૧૯ વર્ષ છે. તે હૈદરાબાદ પાસે ૨૦૦ કિલોમીટર દૂર આવેલા ર્નિમલ જિલ્લાના પારડી ગામમાં પોતાના સબંધીના લગ્નમાં ગયો હતો. વીડિયોમાં સ્પષ્ટ રીતે જાેઈ શકાય છે કે તે એક તેલુગુ ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહ્યો છે. તે લગ્નના રિસેપ્શનમાં નાચી રહ્યો હતો પરંતુ લગભગ ૪૫ સેકન્ડના વીડિયોમાં ૩૩ સેકન્ડ પછી જાેવા મળી છે કે તે ડાન્સ કરતા કરતા અચાનક સત્બ્ધ થઈ જાય છે અને ત્યાંજ ઢળી પડે છે.

Related Posts