રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપ સંઘાણી સાથે પારિવારીક ધરોબો ધરાવતા તેલંગાણાના કૃષિમંત્રી ગુજરાતના પ્રવાસે ગાંધીનગર આવતા મિત્ર સંઘાણીના મહેમાન બની કૃષિના માઘ્યમથી સહકારી પ્રવૃતિને વેગ આપવા અને યોજનાઓ થકી સર્વાંગી વિકાસ સાધવા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કૃષિ અને સહકારી પ્રવૃતિનો સારાસાર દેશભરમાં ફેલાય અને તેના લાભાલાભ દેશના બિજા રાજયોને મળે તેવા બહુહેતુક વિચાર સાથે તેલંગાણાના કૃષિમંત્રી સીંગી રેડ્ી તાજેતરમાં સમગ્ર વિશ્વમાં પહેલીવાર ઈફકો દ્વારા તૈયાર કરાયેલ નેનો યુરીયાથી પ્રભાવિત થયા હતા અને ઈફકોના કલોલ સ્થિત પ્લાન્ટની મુલકાત પણ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સંઘાણીના વડપણતળે આ પૂર્વે એક પ્રતિનિધિ મંડળ તેલંગાણાના પ્રવાસે ગયેલ તે સમયે ગુજરાતની સહકારી પ્રવૃત્તિ અને વિકાસથી પ્રભાવીત બનેલ આ રાજયએ ગુજરાતની સહકારી-કૃષિ પ્રવૃત્તિના ઉંડાઅભ્યાસ અને ગહન ચર્ચા વિચારણા માટે ગુજરાત પ્રવાસે આવેલ રેડ્ી સંઘાણીના મહેમાન બની કાર્યશૈલીથી પ્રભાવિત બન્યા હતા.
આ તકે પોતાના નિવાસ સ્થાને ગીતાબેન સંઘાણી, ગુજકોમાસોલના સી.ઈ.ઓ. દિનેશ સુથાર, ઈફકોના એસ.એસ.એમ. એન.એસ પટેલ, ઈફકો કલોલ પ્લાન્ટના હેડ ઈમાનદાર, રમેશભાઈ સખીયા સહિત અધિકારો જોડાયેલ હતા તેમજ ઈફકો કલોલ પ્લાન્ટ ખાતે વૈજ્ઞાનિકો-અધિકારીઓ પાસેથી વિવિધ જાણકારી મેળવી હતી હોવાનું કાર્યાલયની અખબારીમાં યાદીમાં જણાવાયુ છે.
Recent Comments