કુંકાવાવ તાલુકાના તોરી ગામે પીવાનો પાણીનો ખુબ જ વિકટ પ્રશ્ર હતો તેમજ તોરી ગામે સ્મશાનમાં સગડો જર્જરીત હાલતમાં હોવાથી તે નવો
બનાવવા માટે તોરી ગામના ગ્રામજનો દ્રારા અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજુઆત કરતા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી કુંકાવાવ તાલુકાના તોરી ગામે પીવાના પાણી માટે નવો બોર, સબમર્સિબલ પંપ સેટ તથા સ્મશાનમાં સગડો મુકવાના કામે નાણાંની ફાળવણી કરેલ છે. અને આ કામ ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે. તોરી ગામના ગ્રામજનોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ અુબ આભાર માન્યો .
તોરી ગામે નવો બોર તથા સબમર્શીબલ પંપ સેટ અને સ્મશાનમાં સગડો મુકવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશભાઈ ધાનાણી

Recent Comments