fbpx
અમરેલી

તોષખાના ની એસીતેસી શ્રીમંત સરકાર ગાયકવાડ વખત ની એન્ટિક ઘડિયાળ લઈ જવાય પણ સમય સુધારી શક્યા નહિ તત્કાલીન અમરેલી -સુરત -ભાવનગર જિલ્લા IAS કલેકટર આયુષ ઓક અને સહ કર્મચારી ઓની મિલકતો ની ACB મારફતે તપાસ થવા ની ઠુંમરે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી

અમરેલી તત્કાલીન જિલ્લા કલેકટર આયુષ ઓક સામે તપાસ થવા પૂર્વ સાંસદ ઠુંમરે  ભુપેન્દ્રભાઇ પટેલ માન.મુખ્યમંત્રીશ્રી, (ગુ.રા.), સચિવાલય ગાંધીનગર ને લેખિત રજુઆત કરી અમરેલી કલેકટર આયુષ ઓક ફરજ કાળ દરમ્યાન સરકારી ગૌચર પડતર તેમજ અન્ય જમીનની ફાળવણીમાં થયેલી ગેરરિતીની તપાસ કરવા ની માંગ કરાઈ અમરેલી -સુરત  જિલ્લા ના તત્કાલીન કલેકટર ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવી વલસાડ જિલ્લા માં સસ્પેન્ડ થયેલા વલસાડ કલેકટર તરીકે આયુષ ઓક ની ફરજ દરમ્યાન જમીનોમાં અનેક નાના-મોટા ગેરરિતીઓની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ગૌચરની સરકારી પડતર અનેક જમીનો પવનચકકીઓ જુદા-જુદા ઇન્ડસ્ટ્રીયલ લીસ્ટને ઇકોઝોનમાં આવતી અને જે ન ફાળવી શકાય ઉપયોગ ન કરી શકાય તેવી અનેક જમીનો પોતાના કાર્યકાળ દરમ્યાન ભ્રષ્ટ નીતિ અપનાવી ફાળવીને પોતે કરોડો રૂપિયા કોઇ મીડીએટરને આપી સુરત જિલ્લા કલેકટર તરીકે મહત્વની જગ્યામાં પોસ્ટ મેળવેલ છે અને સુરતમાં પણ અનેક મસમોટી ગેરરિતીઓ આચરી છે.

તેવી લોકો પાસેથી તેમજ સોશીયલ મીડીયા મારફત અને પ્રેસ મીડીયા મારફત બિનસત્તાવાર રીતે જાણવા મળેલ છે. અમરેલી કલેકટર ઓફિસમાં ગાયકવાડ સરકારીની એન્ટીક ગણાતી એક ઘડીયાળ પોતે ટ્રાન્સફર થયા પછી બંગલામાંથી ગાયબ છે તેની તપાસ ચાલી રહી છે પરંતુ મીલીભગતનાં કારણે તથ્ય સામે આવેલ નથી. અગાઉ પણ અનેક અધિકારીઓ ભારે મોટો ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે તેવી મે પત્રથી આપને વિગતે જાણ કરેલ છે. રાજકીય માણસો નીતી સાથે કામ કરતા હોય તો પણ પોતાની આબરૂ ઉપર અનેક દબાવો સોશીયલ મીડીયા લોકો અને પ્રેસ મીડીયા લગાડી રહ્યા હોય છે જાહેરજીવનમાં આવું બની શકે. તેની સામે રોષ પણ ન હોઇ શકે વિરોધ પણ ન હોઇ શકે. પરંતુ લોકો સમક્ષ તથ્ય સામે આવું જોઇએ જેથી કરીને રાજકીય પાર્ટીના આગેવાનો બદનામ થતા હોય તો તેની સાચી બાબત લોકો પાસે આવે. લોકમુખે એવી એક ચર્ચા ચાલી રહી છે, ભ્રષ્ટનીતિ મોટાભાગની બ્યુરો કેસમાં ચાલી રહી છે ખુબ મોટા પગાર હોવા છતા ટેબલ નીચેથી ભ્રષ્ટ્રાચાર રૂપી કંઈ ન મળે ત્યાં સુધી સાચી બાબતો પણ આગળ ચાલતી નથી અને તેના કારણે લોકો દંડાઇ રહ્યા છે. ભ્રષ્ટ્રાચાર દૂર કરવા માટેનો ભારતીય જનતા પાર્ટીનો સ્લોગન છે પણ દિન-પ્રતિદિન ઓફિસોમાં ભ્રષ્ટ્રાચાર વધી રહ્યો છે

અને લોકોના સાચા કામો પણ ઘણી લાંબી પ્રક્રિયા અને ધક્કા ખાઇને બહુજ મુશ્કેલી સાથે આગળ વધતા હોય છે. લોકશાહીમાં લોકોને સરકારી અધિકારીઓની નાની-મોટી કોઈપણ બાબતોમાં જરૂર પડતી જ હોય છે પરંતુ આવા ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યા છે તેનાં કારણે લોકો નીચવાઇ રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારી માલા-માલ બની રહ્યા હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ તેવું એક જાહેરજીવનના વ્યક્તિ તરીકે સામાન્ય લોકોના હિત માટે હું માની રહ્યો છું. આ પત્રથી આયુષ ઓક ની અમરેલી ફરજ દરમ્યાન ફાળવેલી મોટા-મોટા ઉદ્યોગો અને પવનચકકીઓને જે જમીન ફાળવી છે તેમાં ભ્રષ્ટનીતિ અપનાવી સરકારી નિયમોનો ભંગ થયેલ છે કે કેમ? અને થયેલ હોય માત્ર આયુષ ઓક નહી પરંતુ તેમની સાથે રહેલા સહ કર્મચારીઓની પણ એ.સી.બી. મારફત તપાસ કરાવવામાં આવે, અને આયુષ ઓક તરફથી મહત્વની જગ્યા ઉપર તેમની ફરજ દરમ્યાન થયેલી ભ્રષ્ટનીતિની કામગીરીમાં તેમના તમામ સહ કર્મચારીઓની એ.સી.બી. મારફત મિલકતોની તપાસ કરાવવા આવે અને સરકાર દ્વારા કોઇ સારા અધિકારીઓ જે ખરેખર નીતિ પ્રમાણે કામ કરે છે તેનો રેકોર્ડ સરકાર પાસે હશે જ તેવી ઉચ્ચ લેવલની કમિટી બનાવી ગુજરાતમાં થતા ભ્રષ્ટ્રાચાર ઉપર અને કર્મચારી/અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ્રનીતિ અપનાવી લોકોને પરેશાની બાબતમાં તાકીદે ગંભીરતા લઈ યોગ્ય કાર્યવાહી કરાવવામાં આવે તેવી આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.તેમ ઠુંમરે જણાવ્યું હતું

Follow Me:

Related Posts