તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વિનાશ વેર્યોઃ મૃત્યુઆંક વધીને ૪૫ પર પહોંચ્યો
તૌકતે વાવાઝોડું સોમવારે દીવ અને ઉનાની વચ્ચે દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જે બાદ સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતોમાંથી આગળ વધ્યું હતું. આ વાવાઝોડું સવારે ૫.૩૦ વાગ્યે ડીપ ગુજરાત-રાજસ્થાન સરહદ પાસે ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હોવાનું હવમાન વિભાગ જણાવે છે. આગામી ૧૨ કલાક દરમિયાન તે હજી મંદ પડતું જશે. વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આજે રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો ૪૫ પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયાના સમાચાર મળી રહ્યાં છે.
અમરેલીમાં ૧૫ મોત થયા છે. જેમાં મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૧૩ લોકોનાં મોત થયા છે. ભાવનગરમાં ૮ મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૩, છત પડવાથી ૧ મોત થયા છે. ગીર સોમનાથમાં ૮ મોત નીપજ્યાં છે. જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૧, દીવાલ પડવાથી ૪, છત પડવાથી ૧ મોત થયા છે. અમદાવાદમાં કુલ ૫ મોત થયા છે. જેમાં વીજ કરંટથી ૨, દીવાલ પડવાથી ૨ અને છત પડવાથી ૧નું મોત થયું છે. ખેડામાં ૨ના મોત થયા છે જેમા વીજ કરંટથી બંન્નેના મોત થયા છે. આણંદમાં ૧ મૃત્યુ વીજ કરંટથી, વડોદરામાં ૧ મૃત્યું ટાવર પડી જવાથી, સુરતમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી, વલસાડમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી, રાજકોટમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી, નવસારીમાં ૧ મૃત્યુ છત પડવાથી, પંચમહાલમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી થયું છે.
સોમવારે ૮.૩૦ કલાકની આસપાસ દીવ નજીક ત્રાટકેલા વાવાઝોડાએ મંગળવારે રાતે આશરે ૧૧.૩૦ કલાકે ગુજરાતમાંથી વિદિય લઇને રાજસ્થાન પહોંચ્યું હતું, રાજ્યમાં આવ્યું ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ હતું અને ગયું ત્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને ગયું છે. વાવાઝોડાએ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં તારાજી સજ્ર્યા બાદ દક્ષિણ ગુજરાત, ત્યારબાદ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જી છે. કેટલીક જગ્યાએ ઘરોના પતરા-નળીયા નીકળી ગયા તો ક્યાંક ઝાડ અને વીજપોલ પડી ગયા.
Recent Comments