તૌકતે વાવાઝોડાના પગલે થયેલ તારાજી સંદર્ભે બાવળિયાએ વિવિધ વિસ્તારોની મુલાકાત કરી
તાઉ-તે વાવાઝેાડાના તાંડવ બાદ સર્જાયેલી તારાજી અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તથા રાજુલાના વિવિધ વિસ્તારોની લીધેલી મુલાકાત લીધી હતી. એ સમયે જાફરાબાદના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી હતી. જાફરાબાદ જેટીની મુલાકાત લઈ માછીમાર એસોસિએશનના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ મંત્રી બાવળીયાએ રાજુલા તાલુકાના અસરગ્રસ્ત કડિયાળી, નિંગાલા, ઝોલાપુર, પીપાવાવ ધામ, વિક્ટર, મજાદર, કથીવદર, દાતરડી, સમઢિયાળા, ખેરા, પટવા, ચાચબંદર, વિસળિયા ગામોની મુલાકાત લઇને જાનહાની, મિલકત, સંપત્તિ, પશુ- પંખી તથા ખેતી પાકને થયેલ નુકશાનની વિગતો મેળવી હતી.
સરકાર ઝીરો કેઝ્યુઆલિટીનો દાવો કરતી રહી છે, પણ એની તૈયારી અમરેલી જિલ્લામાં ટૂંકી પડી. સરકારી તંત્રએ માત્ર કાગળ પર આયોજન કર્યા, પરિણામે કાચા અને જાેખમી મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી ન શકાયા, જેનું ગંભીર પરિણામ સામે આવી રહ્યું છે. વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં ૪૫ લોકોનાં મોત થયાં છે અને આ મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ થયા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે જાફરાબાદમાં વાવાઝોડાની રાત્રે પાંચ યુવાનો બોટમાં હતા અને આ બોટ ભારે પવનને કારણે ઊભી ફાટી જતાં દરિયામાં ડૂબી જવાથી પાંચેયનાં મોત થયાં હતા. પાંચેયનાં આજે મૃતદેહ મળ્યા હતા. આવી જ રીતે બોટમાં રહેલા અન્ય સાત લોકો લાપતા થયા છે, જેની હજુ કોઈ ભાળ મળી નથી.
Recent Comments