તૌકતે વાવાઝોડાનું જોખમ ટાળવા ખેડૂતોને કાળજી રાખવા ખેતીવાડી વિભાગની અપીલ
હવામાન વિભાગની આગાહી અનુસાર તૌકતે વાવાઝોડા કારણે તારીખ ૧૬ અને ૧૮ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં દરીયાઈ વિસ્તારના તાલુકા જાફરાબાદ અને રાજુલામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે, હાલમા ખેતરમાં ઉભા પાક જેવા કે લસણ, ઉનાળુ બાજરી, ઘાસચારો, શાકભાજી અને કઠોળ વગેરે પાકોમાં ખેડૂતોને સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.
ભારે વાવાઝોડા તથા વરસાદ થવાની ચેતનણીને ધ્યાને લઈ ખેડૂતોએ હાલ ઉનાળુ બાજરી તથા અન્ય પાકોમાં પિયત ટાળવુ તથા લસણ તથા અન્ય પાકોની કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. જુવાર,ઘાસચાર,શાકભાજી વગેરે ઉભા પાકોમાં પિયત ટાળવુ. ખેતરમાં ઉભા પાકમાં પાણીના નિતારની વ્યવસ્થા આગોતરી કરવી.ખાસ કરીને બીટી કપાસ અને મગફળી નવુ વાવેતર હમણા ટાળવુ. શાકભાજી વગેરે પાકોમાં ખેતરોમાં વરસાદી પાણે ભરાઈ ના રહે તે માટે આગોતરી કાળજી લેવી.ઉભા પાકમાં હાલ તુરંત નાઈટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવુ. હાલમાં કોઈ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ નહી કરવા ભલામણ કરવા આવેલ છે.જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ હાથવગી રાખવી.ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા વ્યવસ્થિત જ્ગ્યાએ ઢાંકીને રાખવા.ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજરમાં વરસાદ પહેલા જ પહોંચાડવા.બાગાયતી ફળ પાકોમાં વાવાઝોડા સામે રક્ષણ માટે ટેકા મુકવા તથા મોટા ઝાડ હોય અને મોટા ઝાડ હોય અને જોખમી હોય તેનુ કટિંગ કરવુ.રાસાયણિક ખાતર કે નવુ ખરીદેલ બિયારણ પલડે નહી તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવું.
એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા તેમજ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એપીએમસીમાં કે અન્ય જ્ગ્યાએ વેચાણ અર્થે અથવા સંગ્રહ માટે લઈ જવાતી ખેતપેદાશો તાડ્પત્રી ઢાંકીને જ લઈ જવી.વાવાઝોડા, ભારે પવન તથા વરસાદના સંજોગોમાં પશુઓને યોગ્ય સુરક્ષિત જગ્યાએ રાખવા.પશુઓને શેડ ઉપરના પતરા વગેરે ઉડી ના જાય તે મુજબ ફિટિંગ કરવા અને ઉપર જોખમી ચીજ્વસ્તુઓ હોય તો ઉતારી લેવી.ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. વધુ વરસાદની પરિસ્થિતિમાં ઘાસચારાનો યોગ્ય સંગ્રહ કરવો તેમજ જાણવણીમાટે તાડપત્રીનો ઉપયોગ કરવો તથા પશુઓને નિભાવ માટે વૈકલ્પિક આહાર આયોજન, પશુઓને પીવાના પાણી મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવુ. વરસાદ કે પવન આગાહીની ધ્યાને લેતા મોબાઈલ ફોન અને ટોર્ચ વગેરે ચાર્જ કરીવે રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.અમરેલી જિલ્લાના ખેડુતોને તૌકતે વાવાઝોડાની સંભવિત અસરો નિવારવા માટે આ મુજબની તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારી અમરેલીએ અખબારી યાદીમાં જણાવ્યું છે
Recent Comments