ત્યાગ તિતિક્ષા ની તપો મૂર્તિ હઠયોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના ૧૬ વર્ષ ના કઠોર તપ સમાપન પ્રસંગે શ્રીમદ્ર ભાગવત જ્ઞાનયજ્ઞ ની પોથીયાત્રા માં અઢારે આલમ ની ઉપસ્થિતિ
દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે ત્યાગ તિતિક્ષા ની તપો મૂર્તિ હઠયોગી ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ તપ સમાપન પ્રસંગે શ્રીમદ્ર ભાગવત જ્ઞાનયજ્ઞ ની પોથીયાત્રા માં અઢારે આલમ ની ઉપસ્થિતિ અત્યાર સુધી ની સૌથી લાંબી પોથી યાત્રા શહેર ના રાજમાર્ગો ઉપર ફરી ૧૬ વર્ષ થી ખડેપગે રહી કઠોર તપ સમાપન પ્રસંગે વિદ્વાન ભગવતાચાર્ય શાસ્ત્રી મહેશભાઈ જોશી ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા નો આજ થી રંગારંગ પ્રારંભ તા.૨૪/૪/૨૨ થી તા.૩૦/૪/૨૨ સુધી ભવ્ય ધર્મોત્સવ માં અનેકો નામી અનામી સંતો અલખ આરાધકો સાથે ભજન ભોજન ને ભક્તિ નું ઉત્તમ આયોજન સમસ્ત સેવક સમુદાય માં અનેરો ઉત્સાહ ભવ્ય પોથીયાત્રા માં માનવ મહેરામણ અઢારે આલમ ની હાજરી જોવા મળી રાષ્ટ્રધ્વજ સાથે અશ્વ અને અસંખ્ય વાહનો નો દર્શનીય નજારા સાથે ધ્યાનાકર્ષક રીતે શહેર ના મુખ્ય માર્ગો ઉપર પોથી યાત્રા નું ઠેર ઠેર પુષ્પહાર થી સત્કાર કરતા ભાવિકો શહેર ના સરદાર ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામગીરી બાપુ (ખડેશ્વરીબાપુ) ને ફુલહાર પહેરાવી ને શાલ.ઓઢાડીને. સ્વાગત કરવામાં આવેલ હતું આ તકે મુસ્લિમ સમાજના અગ્રણીઓ બાવભાઈ ચુડાસમા, હારૂનભાઇ ફ્રુટવાળા, જહાંગીરભાઈ પઠાણ, મહેબુબભાઇ ચા વાળા અસ્લમભાઇ મોગલ ભીખાભાઈ મેતર છોટુભાઈ મોટાણી દરગાહના મુંજાવર નાનુબાપુ તેમજ અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય પોથીયાત્રા કથા સ્થળે પહોંચતા ભાવિકો એ તપોમૂર્તિ ઘનશ્યામગિરી અને ભગવતાચાર્ય શાસ્ત્રી મહેશભાઈ જોશી નું ભવ્ય સત્કાર ઢોલનગારા થી સત્કાર કર્યો હતો અને શ્રી મદ્ર ભાગવત કથા નો પ્રારંભ કરાયો હતો લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુ ના ૧૬ વર્ષ ના કોઠાર તપ સમાપન થી સેવક સમુદાય સહિત સમગ્ર શહેરીજનો અનેરો ઉત્સાહ સાથે અદભુત ધર્મોત્સવ નું આયોજન કરાયું છે
Recent Comments