રાષ્ટ્રીય

ત્રણેય યુવકો નશાની હાલતમાં પાર કરી રેલવે ક્રોસિંગ : ટ્રેન આવી ગઈ અને પછી…

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત થઇ ગયા છે. ગોરખનાથ પોલીસ સ્ટેશનના તરંગ ઓવરબ્રિજ પાસે ગઈકાલે રાત્રે લગભગ એક વાગ્યે ટ્રેનની અડફેટે આવી જતાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક યુવકનો પગ કપાઈ ગયો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બીઆરડી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે આ ત્રણેય યુવકો નશામાં હતા અને તે ત્રણેય મિત્રો હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય રેલ્વે લાઈન ક્રોસ કરીને ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેને ઇન્ટરસિટી એક્સપ્રેસે ટક્કર મારી હતી. માહિતી મળતાં જ ડીએમ કૃષ્ણ કરુણેશ અને એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવર ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકોની ઓળખ ગોલુ ઉર્ફે પીર મોહમ્મદ અને અજય ચૌહાણ તરીકે થઈ છે, જેઓ ગોરખનાથ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દિગ્વિજય નગરના રહેવાસી છે, જ્યારે શાહપુરના જતેપુરનો રહેવાસી અંબુજ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ત્રણેય યુવકો મિત્રો હતા અને ત્રણેય ઓટો ચલાવતા હતા. ગતરાત્રે નશાની હાલતમાં રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહ્યા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું કે, ત્રણેય મિત્રોએ ક્રોસિંગ પાસે આવેલી દારૂની દુકાનમાંથી દારૂ લઈને ક્રોસિંગની નીચે પીધો હતો અને તે પછી ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ઈન્ટરસિટી એક્સપ્રેસ લખનવથી ગોરખપુર રેલવે સ્ટેશન જવા માટે આવી ગઈ હતી. ક્રોસિંગ કરતી વખતે ત્રણેય મિત્રો નશામાં હોવાને કારણે તે ભાગી શક્યા ન હતા અને ટ્રેન ત્રણેયને કચડીને રેલવે સ્ટેશન તરફ આગળ વધી ગઈ હતી.

પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જ્યારે મૃતકોના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી આપ્યા હતા. એસપી સિટી કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં ત્રણેય દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. અકસ્માત કેમ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકો અને ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

Related Posts