fbpx
અમરેલી

ત્રણ ઇસમોને, આરોપીઓના વર્ણન આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી,ઝુંટવી લઇ ગયેલ સોનાના બટન નંગ-૩, કિ.રૂ. ૩૧,૪૮૮/-નો મુદામાલ રીકવર કરતી રાજુલા સર્વેલન્સ ટીમ

ગઇ તા.૨૨/૦૪/૨૦૨૨ ના સાંજના આશરે સાતેક વાગ્યે રાઘવભાઇ કાળાભાઇ કાછડ ઉ.વ.૭૦, રહે. વાવેરા, રાજુલા રોડ તા.રાજુલા વાળા પોતાની વાડીએથી ઘરે જવા નીકળી વીજપડીથી રાજુલા રોડ ઉપર ચાલીને જતા હતા ત્યારે એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી તેની પાસે આવી ઉભી રહેલ, જેમાં ડ્રાઇવર તથા તેની બાજુની સીટમાં એક અજાણ્યો માણસ તથા એક અજાણ્યો માણસ પાછળની સીટમાં સુતેલ હતો. જેમાંથી ડ્રાઇવરે જમણા કાનની બુટીમાં કડી પહેરેલ હતી તેણે “ ચાલો દાદા હાલીને જવા કરતા મારી ગાડીમાં બેસી જાવ ” તેમ કહી, સદર સીનીયર સીટીઝન (ખેડુત)ને પોતાની ફોરવ્હીલમાં બેસાડી, આગળ આવેલ ઇંટોના ભઠ્ઠા આગળ સીનીયર સીટીઝન (ખેડુત)ને ફોરવ્હીલમાંથી ઉતારતી વખતે તેમણે ખમીસમાં પહેરેલ સોનાના બટન નંગ-૩ કિ.રૂ. ૩૬,૦૦૦/- ના અચાનક ઝુંટવી (ચીલ ઝડપ) કરી, ધકકો મારી, ત્રણેય અજાણ્યા માણસો ફોરવ્હીલ લઇ નાસી ગયેલ. જે અંગે રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૪૦૯/૨૦૨૨, આઇ.પી.સી. કલમ- ૩૭૯ A (૩),૧૧૪ મુજબનો ગુનો ગઇ તા.૨૧/૦૫/૨૦૨૨ ના કલાક ૧૯/૦૫ વાગ્યે રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતો.
                     જે અંગે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્રારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા એ.એસ.આઇ. ડી.ડી.મકવાણા તથા રાજુલા પોલીસની અલગ અલગ ટીમો ફરીયાદમાં જણાવેલ વર્ણન મુજબના આરોપીઓની બાતમી મેળવી, આરોપીઓેને ફરિયાદીના ઝુંટવી લઇ ગયેલ  ખમીસમાં પહેરવાના સોનાના બટન નંગ-૩, કિ.રૂ.૩૧,૪૮૮/- સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરેલ છે.

Follow Me:

Related Posts