fbpx
અમરેલી

ત્રણ ઇસમોને ચોરીના મદ્દુામાલ તથા વાહનો મળી કુલ હકિં.રૂ.૧,૩૫,૦૦૦/- ના મદ્દુામાલ સાથેપાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા .૧૯ / ૦૭ / ૨૦૨૨ ના રોજ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળેલ કે ત્રણ ઇસમો મોટર સાયકલ તથા ઓટોરીક્ષામાં ચોરી કરી મેળવેલ સબમર્સિબલ મોટરો લઇને અમરેલી તરફ જાય છે તેવી ચોક્કસ બાતમી મળતાં મળેલ બાતમી વાળા ઇસમો અગે વોચ ગોઠવી , ત્રણ ઇસમોને મોટર સાયકલ ઉપર તથા રીક્ષામાં ચોરી કરી મેળવેલ સબમર્સિબલ મોટરો સાથે પકડી પાડી , તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું .

૫કડાયેલ આરોપીઓની વિતક ( ૧ ) મહેશ ઉર્ફે મયલો જયંતીભાઇ મકવાણા , ઉં.વ .૨૫ , રહે.સાવરકુંડલા , શ્રમજીવીનગર , જિ.અમરેલી ( ૨ ) અફઝલભાઇ મુસ્તાકભાઇ કુરેશી , ઉં.વ .૨૫ , રહે.સાવરકુંડલા , નુરાનીનગર તા.સાવરકુંડલા , જિ.અમરેલી ( 3 ) સલીમભાઇ હાસમભાઇ રાઠોડ , ઉં.વ .૩૪ , રહે.સાવરકુંડલા , મણીનગર , તા.સાવરકુંડલા , જિ.અમરેલી Open with છ પકડાયેલ મામાલ ( ૧ ) ચોરી કરીને મેળવેલ સબમર્સિબલ મોટર નંગ -૪ , કિં.રૂ .૪૦,૦૦૦ / ( ૨ ) એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ , રજી.નંબર GJ – 14 – AQ – 6595 , કિ.રૂ .૨૫,૦૦૦ / ( 3 ) એક બજાજ કંપનીની ઓટો રીક્ષા , રજી.નંબર GJ – 14 – Y – 1369 , કિ.રૂ .૭૦,૦૦૦ / મળી કુલ કિં.રૂ .૧,૩૫,૦૦૦ / – નો મુદ્દામાલ .

પકડાયેલ આરોપીનો ગનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપીઓ પૈકીના સલીમભાઇ હાસમભાઇ રાઠોડ વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ગુ.ર.ન ૧૧૧૯૩૦૫૩૨૧૦૨૧૩૮૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૨૬૯ , ૨૭૦ , ૧૮૮ વિ . મુજબનો ગુનો નોંધાયેલ છે . પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમ્યાન તેમની પાસેથી મળી આવેલ ચોરીનો મુદ્દામાલ તેઓએ ચારેક મહિના પહેલા સાવરકુંડલા મોટા બસસ્ટેશન પાસે આવેલ પાણી પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સની પર કેમ ના એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts