fbpx
અમરેલી

ત્રણ જિલ્લા ના ૨૫ થી વધુ ગ્રામ્ય ને જોડતા અમરેલી જિલ્લા પંચાયત માર્ગ ઉપર પુલ બનાવવા બાંધકામ સમિતિ ના ચેરમેન ગજેરા ની ભલામણ

દામનગર  શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા ના માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ની વારંવાર ની ગ્રામ્ય વિસ્તારો માંથી લેખિત રજુઆત બાદ અમરેલી પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન પુનાભાઈ ગજેરા દ્વારા બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ની ભલામણ કરાય દામનગર શહેર માંથી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ઉપર વરસાદી ચાલતી પાણી થી ૨૫ થી વધુ ગ્રામ્ય માં અવરજવર બંધ રહેવા પામે છે અમરેલી જિલ્લા ના ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ બોટાદ જિલ્લા ના વિકળિયા હડમતિયા ઠોડા લાખાવાડ ભાવનગર જિલ્લા ના સરકડીયા ભૂતિયા જરીયા પીપરડી તરફ જતા માર્ગ વરદાદી ચાલતા પાણી થી દિવસો કે કલાકો સુધી બંધ રહેવા પામે છે દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ઠાંસા રોડ મફત પ્લોટ ઉપરાંત અસંખ્ય ખેડૂતો ની ખેતી ની જમીન માં સદંતર અવરજવર બંધ રહેતી હોવા ની સમસ્યા માટે દામનગર સ્થાનિક નટવરલાલ જે ભાતિયા સહિત અનેકો ની અવાર નવાર ની માંગ અમરેલી જિલ્લા પંચાયત માં થતી રહી છે ત્યારે આ અંગે અમરેલી જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન ગજેરા ને ધ્યાને મૂકી યોગ્ય નિકાલ કરવા રજુઆત કરતા ગજેરા દ્વારા જિલ્લા પંચાયત અમરેલી કાર્યપાલક ઈજનેર ને પત્ર પાઠવી પુલ બનાવી સમસ્યા ઉકેલવા ભલામણ કરાઈ છે

Follow Me:

Related Posts