ત્રણ બાળકીઓ ૨૫ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલી રહી, સોસાયટીમાં હડકંપ મચી ગયો
ગાઝિયાબાદની એસોટેક ધ નેસ્ટ સોસાયટીમાં ત્રણ બાળકીઓના લિફ્ટમાં ફસાવાનો મામલો વિવાદમાં આવી ગયો છે. લિફ્ટમાં ફસાવાની ઘટના ૨૯ નવેમ્બરની છે. આ ઘટના બાદ સોસાયટીના લોકો ડરી ગયા છે. તો આ મામલામાં બુધવારે ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનમાં સોસાયટીના એઓએ અધ્યક્ષ ચિત્રા ચતુર્વેદી અને સચિન અભય ઝા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોસાયટીના ડી ટાવરમાં રહેતા શિવમ ગેહલોતે જણાવ્યું કે ત્રીજા ધોરણમાં ભણતી તેની પુત્રી તેજસ્વિની ૨૯ નવેમ્બરે પોતાની મિત્ર મિષિકા અને વૈદેહીની સાથે પાર્કમાં જવા માટે ફ્લેટમાંથી નિકળી હતી. ત્રણેયે ૧૧માં માળેથી લિફ્ટમાં પ્રવેશ કર્યો. આરોપ છે કે દરવાજાે બંધ થયો, પરંતુ લિફ્ટ ચાલી નહીં. બાળકીઓનો રાડો પાડવાનો અને લિફ્ટનો દરવાજાે ખખડાવવાનો અવાજ સાંભળીને ફ્લોર પર રહેતા લોકોએ મેન્ટેનેન્સ ટીમને સૂચના આપી હતી. શિવમનું કહેવું છે કે ગાર્ડની સાથે લિફ્ટ ઓપરેટરોએ પણ ઘણો સમય બગાડી નાખ્યો.
આશરે ૨૫ મિનિટ બાદ દરવાજાે ખુલ્યો અને બાળકીઓને બહાર કાઢવામાં આવી. એટલું સારૂ હતું કે લિફ્ટની લાઇટ ચાલું હતી. તેમ છતાં આ નાની બાળકીઓ ખુબ ડરી ગઈ હતી. શિવમ પ્રમાણે એઓએ સોસાયટીમાં લાંબા સમયથી મેન્ટેનન્સનું કામ જાઈ રહી હતી. પાછલા વર્ષે પણ લિફ્ટમાં દુર્ઘટના થઈ ચુકી છે. તેમ છતાં લિફ્ટમાં કોઈ કામ કરાવવામાં આવ્યું નથી. ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનના પ્રભારી રહમાન સિદ્દીકીએ જણાવ્યું કે ફરિયાદના આધારે ચિત્રા ચતુર્વેદી અને અભય ઝા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં ચિત્રા ચતુર્વેદીને ફોન કર્યો તો તેનો નંબર બંધ હતો. તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Recent Comments