fbpx
રાષ્ટ્રીય

ત્રણ બાળકોના પિતાને નોકરી માટે હાઇકોર્ટે અયોગ્ય જાહેર કર્યા. ત્રીજુ બાળક થયુ તો તમે નોકરી માટે અયોગ્યઃ ગ્વાલિયર હાઈકોર્ટ

મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈ કોર્ટે ત્રણ બાળકોનાં પિતાને નોકરી માટે અયોગ્ય જાહેર કરી દીધા છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ત્રીજુ સંતાન થયા પછી તેઓ નોકરી માટે યોગ્ય રહેશે નહી. આસિસ્ટન્ટ બીજ સર્ટિફિકેશન ઓફિસર જ્યારે નોકરીમાં હતા ત્યારે તેને ત્રીજુ બાળક હતુ ત્યારે સરકારી સેવામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. આ પછી, તેમણે નોકરીને ફરી મેળવવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

ઉત્તર પ્રદેશમાં વસ્તી કાયદા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે મધ્યપ્રદેશની ગ્વાલિયર હાઈકોર્ટની ડબલ બેંચે નોકરીથી અયોગ્ય ઠેરવવામાં આવેલી આસિસ્ટન્ટ સીડ સર્ટિફિકેશન ઓફિસરની અપીલને અયોગ્ય ઠેરવી દીધી છે.આસિસ્ટન્ટ સીડ સર્ટિફિકેશન ઓફિસરને નોકરી દરમ્યાન ત્રીજુ સંતાન થયુ ત્યારે તેને સરકારી નોકરીમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ મામલાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે પણ અધિકારીને કોઈ રાહત આપી નથી. અપીલ નામંજૂર કરતા હાઈકોર્ટે કહ્યું કે, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ નાં રોજ રાજ્યમાં કાયદો અમલમાં આવ્યો હતો. આ પછી ત્રીજા બાળક થયુ તો સિવિલ સર્વિસિસ એક્ટ ૧૯૬૧ હેઠળ સરકારી નોકરી માટે અયોગ્ય માનવામાં આવશે. તેથી જ તમે નોકરી માટે લાયક નથી.

મળતી માહિતી મુજબ લક્ષ્મણસિંહ બઘેલે વર્ષ ૨૦૦૯ માં વ્યાપમ દ્વારા આસિસ્ટન્ટ સીડ સર્ટિફિકેશન ઓફિસરની પરીક્ષા આપી હતી અને રાજ્યમાં તેમનો ક્રમ ૭ મો હતો. વિશેષ બાબત એ છે કે ૩૦ જૂન, ૨૦૦૯ નાં રોજ, જ્યારે બઘેલે ફોર્મ સબમિટ કર્યું ત્યારે તેના બે બાળકો હતા, પરંતુ તે જ વર્ષે ૨૦ નવેમ્બરનાં રોજ તેમને ત્રીજુ સંતાન થયુ હતુ.

બઘેલનો આરોપ છે કે જાેઇનિંગ સમયે, જ્યારે તેમના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી, ત્યારે તેમણે ત્રીજા સંતાન હોવાની વાત છુપાવી હતી, જાેકે તેણે રહેણાંક પ્રમાણપત્ર અને રેશનકાર્ડમાં ત્રીજા બાળક વિશે પણ માહિતી આપી હતી. આ બાબત જ્યારે વિભાગનાં ધ્યાનમાં આવી ત્યારે બઘેલે કહ્યું કે, ત્રીજા બાળકનો જન્મ વર્ષ ૨૦૧૨ માં થયો હતો. જાે કે, તેને નોકરીથી અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો. બઘેલે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે નોકરી માટે અરજી કરતી વખતે તે બે બાળકોનો પિતા હતો. પરીક્ષા લીધા પછી ત્રીજા બાળકનો જન્મ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવતો નથી. બઘેલે દલીલ કરી હતી કે, ઉમેદવારની યોગ્યતા અરજી રજૂ કરવાની તારીખથી માપવામાં આવે છે. જાે કે, આ દલીલોને બાજુ પર રાખીને, બઘેલની અપીલને કોર્ટે રદ કરી હતી.

Follow Me:

Related Posts