ત્રણ વર્ષની અંદર ભારતના રસ્તાઓ અમેરિકા-યુરોપ જેવા બની જશેઃ ગડકરી
આપ પણ વિદેશોમાં આવેલા ચકાચક રસ્તાઓ જાેઈને વિચારતા હશો, કે કાશ આવા રસ્તાઓ આપણા દેશમાં પણ હોય તો કેવું સારૂ. જાે કે, હવે આપને ભારતમાં પણ આવા જ રસ્તાઓનો સુખદ અનુભવ થવાનો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે, આગામી ત્રણ વર્ષની અંદર ભારતના રસ્તાઓ પણ અમેરિકા અને યુરોપિયન દેશો જેવા થઈ જશે.
સીઆઈઆઈ દ્વારા દિલ્હીમાં આયોજિત ઈકનોમિક કોન્ક્લેવ ૨૦૨૧માં કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યુ હતું કે, આ વખતે મોદી સરકાર પોતાનો કાર્યકાળ પુરો થતાં પહેલા ભારતના રસ્તાઓે અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો જેવા કરી નાખશે. કેન્દ્ર સરકાર દરરોજ ૩૫ કિમી રસ્તાઓ બનાવી રહ્યા છે. ટૂંક સમયમાં જ દરરોજ ૪૦ કિમી રસ્તાઓ બનાવવાનો ટાર્ગેટ પુરો થશે. કોરોનાકાળમાં પણ સરકારે ટોલ કલેક્શનમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધ્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા એકઠા કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યુ છે. આ પૈસા શેર બજારમાંથી એકઠા કરશે. તેમને ઈંડસ્ટ્રીઝને આ મામલે આગળ આવવા અને રોકાણ કરી લાભ ઉઠાવવાનું પણ કહ્યુ છે. તેનાથી વૃદ્ધિને ગતિ મળશે અને ફંડનો ઉપયોગ માળખાગત સુવિધાઓથી નાણાકીય પોષણ કરવામાં આવશે.
Recent Comments