fbpx
અમરેલી

ત્રણ સ્પર્ધાઓમાં વિજેતા કું હિમાની ગઢવીની મુલાકાતે જાણીતા લોક સાહિત્યકાર ગાયક કીર્તિદાન ગઢવી પધાર્યા

દામનગર શહેર નું ગૌરવ વામવયે ગાયન ક્ષેત્રે અનેકો સિદ્ધિ ઓ મેળવી સમગ્ર શહેર નું ગૌરવ ગઢવી બાળ કું હિમાની ગઢવી ની મુલાકાતે જાણીતા લોક સાહિત્યકાર ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પધાર્યા દામનગર ખાતે કું હિમાની ગઢવી ની મુલાકાત લઈ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી મુંબઈ આઇડલ ચારણ ગાથામાં વિજેતા તેમજ સિંગિંગ સિતારે જેવી ત્રણ સ્પર્ધા ઓમાં વિજેતા બનેલ કું હિમાની ગઢવીને સત્ય પ્રેમ અને કરુણા ની શાલ ઓઢાડીને આશીર્વાદ આપતા કિર્તીદાન ગઢવી દામનગર ખાતે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ ખાતે કું હિમાની ગઢવી ના નિવાસ સ્થાને પધારી અશોકભાઈ ગઢવી ના સહ પરિવાર ની શુભેચ્છા મુલાકાત લઈ કું હિમાની ને ખૂબ ખૂબ  શુભેચ્છા સાથે શાલ થી સન્માનિત કરી ખુશી વ્યક્ત કરી હતી ત્યાર બાદ દામનગર શહેર ના મોગલધામ મંદિરે નિરુભાઈ ગઢવી પરિવાર ને ત્યાં પધારી દર્શન કર્યા હતા.

Follow Me:

Related Posts