દક્ષિણ ત્રિપુરાના ગોમતી જીલ્લામાં વાહન પલટી જતા ત્રણ મહિલાઓ સહિત ભાજપના ઓછામાં ઓછા ચાર નેતાના મોત નીપજ્ય છે અને આઠ અન્ય ઘાયલ થયા છે. પોલીસે શનિવારે આ અંગેની માહિતી આપી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણ મહિલાઓ અને એક પુરુષ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરો સાથે મેક્સી ટ્રકમાં સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક વાહન પલટી ગયું હતું. શુક્રવારે રાત્રે, ચેલાગાંગમાં આ ઘટનામાં ભાજપના ચાર સ્થાનિક નેતાઓ મોત થયા છે.
ગંભીર રીતે ઘવાયેલા ભાજપના આઠ કાર્યકરોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મૃતકોમાં ઉર્વશી કન્યા જામાતિયા (૪૫), મમતા રાણી જામાતિયા (૨૬), રચના દેવી જામાતિયા (૩૦) અને ગહિન કુમાર જામાતિયા (૬૫) ભાજપના કાર્યકરો સાથે ૬ એપ્રિલે ત્રિપુરા આદિજાતિ વિસ્તાર સ્વાયત જિલ્લા પરિષદની ચૂંટણીના સંદર્ભમાં જાહેર સભા ભાગ લીધા બાદ નતૂન બજારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
મુખ્યમંત્રી વિપ્લબ કુમાર દેબ અને ભાજપના પ્રદેશ પ્રમુખ માનિક સહાએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
Recent Comments