fbpx
રાષ્ટ્રીય

ત્રીજા તબક્કાની ગુજરાત સહિત ૧૨ રાજ્યોની બેઠકોની ચૂંટણી માટે બહાર પડશે જાહેરનામુંકુલ ૧૨ રાજ્યોની ૯૪ બેઠક માટે નોટિફિકેશન જાહેર થશે, તમામ ૯૪ બેઠક પર ચૂંટણી યોજાશે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજથી નામાંકન દાખલ કરવામાં આવશે.ગુજરાતની ૨૬ લોકસભા બેઠક માટે આજે નોટિફિકેશન જાહેર થશે. આ સાથે જ કુલ ૧૨ રાજ્યોની ૯૪ બેઠક માટે નોટિફિકેશન જાહેર થશે. આજથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થશે અને ૧૯ એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે. ત્રીજા તબક્કા હેઠળ ૭ મેના રોજ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (ેં્‌જ)ની ૯૪ બેઠકો માટે મતદાન થશે. આ તબક્કામાં આસામમાંથી ૪, બિહારમાંથી ૫, છત્તીસગઢમાંથી ૭, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી તમામ ૨, ગોવાના તમામ ૨૬, ગુજરાતમાંથી ૨૬, જમ્મુ-કાશ્મીરમાંથી ૧, કર્ણાટકમાંથી ૧૪, કર્ણાટકમાંથી ૧૧ મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશની ૮, ઉત્તર પ્રદેશની ૧૦ અને પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે દેશભરમાં સાત તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત કરી છે.

૧૯ એપ્રિલ, ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂનના રોજ મતદાન થશે જ્યારે પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં રાજકીય પક્ષોના પ્રચંડ પ્રચાર વચ્ચે હવે આજથી વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.ગુજરાતની ૨૬ લોકસભા અને ૫ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. નોટિફિકેશન જાહેર થતા જ આજથી ઉમેદવારી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. જેના માટે રાજ્ય ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ જાેઇએ તો આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થશે. ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

૨૦ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને ૨૨ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્રીજા તબક્કા અંતર્ગત ૭ મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તબક્કામાં ૧૨ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા ૯૪ સંસદીય ક્ષેત્રોમાં મતદાન થશે. વધુમાં મધ્યપ્રદેશના બેતુલ (જી્‌) સંસદીય મતવિસ્તારમાં મતદાન સ્થગિત કરવા માટે એક અલગ સૂચના જારી કરવામાં આવી છે.બેતુલ (જી્‌) સંસદીય મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના મૃત્યુને કારણે, ૭ મેના રોજ પ્રસ્તાવિત મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે.

કમિશને એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે શુક્રવારે આ મતવિસ્તારો માટે ગેઝેટ નોટિફિકેશન જારી કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ મતદાન કેન્દ્રોમાં નામાંકન ૧૨ એપ્રિલથી શરૂ થશે અને ૧૯ એપ્રિલ સુધી ચાલશે. ૨૦ એપ્રિલના રોજ નામાંકનોની ચકાસણી થશે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ એપ્રિલ છે. આયોગને લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના બીજા તબક્કામાં લડવા માટે ૧૨ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૨૦૬ ઉમેદવારો તેમજ બાહ્ય મણિપુર સંસદીય મતવિસ્તારમાંથી ૪ ઉમેદવારોના નામાંકન પ્રાપ્ત થયા છે.

Follow Me:

Related Posts