ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા ! ચીન ‘કિલર’ મિસાઇલોનું કરશે પરીક્ષણ ?
અમેરિકી પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા બાદ ઊભા થયેલા વિવાદના બહાને ચીન તેની ‘કેરિયર કિલર’ મિસાઇલોના વધુ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. એક યુદ્ધ રણનીતિ નિષ્ણાંતે આ જાણકારી આપી છે. હેરી કાઝિયાનિસે કહ્યું કે, ચીનની ડ્ઢહ્લ૨૧-ડ્ઢ અને ડ્ઢહ્લ-૨૬ડ્ઢ (ડોંગ ફેંગ અથવા ઇસ્ટ વિંડ) એન્ટી-શિપ બેલિસ્ટિક મિસાઇલો સંભવિત રીતે અમેરિકી નૌસેના અને ખાસ કરીને તેના એરક્રાફ્ટ કેરિયરને ‘ઘણું નુકસાન’ પહોંચાડી શકે છે. અમેરિકી મીડિયાની જાણકારી રાખનારા કાઝિયાનિસને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ, ખાસ કરીને ચીનની સેનાના આધુનિકરણના નિષ્ણાત મનાય છે. ‘દુષ્ટ રાજ્ય યોજના’ના અધ્યક્ષ કાઝિયનિસે હાલમાં જ ચેતવણી આપી હતી કે, પર્લ હાર્બલ પર વધુ એક હુમાલનું કારણ ચીન બની શકે છે. તેમનું માનવું છે કે, ચીનની વધતી શક્તિ તણાવનું કારણ બનશે. કેમ કે, તે પોતાની સરખામણીએ ઘટી રહેલા અમેરિકા સાથે સંઘર્ષ કરશે અને આનાથી ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઇ શકે છે.
કાઝિયાનિસ વિચારે છે કે, ચીન વિરુદ્ધ તાઇવાનને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા હથિયારો સાથે લડવું પડશે અને એટલે જ તેણે રાષ્ટ્રને સેનાના આધુનિકરણ કરવાની હાકલ કરી છે. કાઝિયાનિસે ૧૪ ઓગસ્ટે એક બ્રિટિશ ટેબ્લોઇડ એક્સપ્રેસને જણાવ્યું કે, ચીન પાસે ડોંગફેંગ મિસાઇલોની સંખ્યા એટલી વધારે છે કે અમેરિકી નૌસેના દ્વારા તે તમામને નષ્ટ કરવાની ‘સંભાવના ઘણી ઓછી’ છે. પેલોસીની યાત્રા અંગે કાઝિયાનિસે કહ્યું કે, મને લાગે છે કે આપણે ઘણા વધુ મિસાઇલ પરીક્ષણો જાેવા જઇ રહ્યા છે. તેમણે ચીન માટે ડ્ઢહ્લ૨૧-ડ્ઢ અને ડ્ઢહ્લ-૨૬ડ્ઢ મિસાઇલો વિશે જણાવ્યું હતું. આ મિસાઇલોને ઘણા નિષ્ણાતો ‘કેરિયર કિલર મિસાઇલ’ અથવા ‘નેવી કિલર મિસાઇલ’ કહે છે. તેમણે કહ્યું કે, આ મિસાઇલો ખાસ કરીને ચીનીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આથી જાે તાઇવાનને લઇને યુદ્ધની સ્થિતિ પેદા થાય અને અમેરિકી નૌસેના ચીનના તટથી ૫૦૦ મીલ (૮૦૫ કિલોમીટર)ના વિસ્તારમાં આવે છે તો તેમને ઘણું નુકસાન સહન કરવું પડશે.
Recent Comments