ત્રીજી ટેસ્ટમાં કોહલી પર પ્રતિબંધ મૂકવા પૂર્વ ક્રિકેટર લોયડની માંગ
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ફિલ્ડ અમ્પાયર નીતિન મેનન સાથેના વિવાદ બાદ વિરાટ કોહલની ઈંગ્લેન્ડ પૂર્વ ખેલાડીઓ સતત ટિકા કરી રહ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડએ કોહલીના આ વર્તનને ખોટુ ગણાવ્યું છે અને તેને ઓછામાં ઓછા ત્રણ ટેસ્ટ મેચ માટે બેન કરવાની માગી કરી છે. લોયડે કહ્યું છે કે, જાે કોહલીએ કોઈ બીજી રમતમાં આવુ વર્તન કર્યું હોત તો તેની પર સીધો પ્રતિબંધ લગાવી દેવામાં આવત. વાસ્તવમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે કોહલીએ એક ર્નિણયને લઈને ફિલ્ડ અમ્પાયર નીતિન મેનન સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદથી જ તેમના પર એક મેચનો પ્રતિબંધ લગાવાની વાત થઈ રહી છે.
લોયડે બ્રિટશ અખબાર ડેલી મેલની એક કોલમમાં લખ્યું કે, મેદાનમાં આટલુ બધુ થવા છતા શિસ્તભંગનાં પગલાંને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. મને તેના પર દુખ છે. એક નેશનલ ટીમના કેપ્ટનને પિચ ઉપર મેચ અધિકારીની ટિકા કરવની અને ડરાવવાની મજૂરી છે. આવી ઘટના બનવા છતા તેમને બીજી મેચ માટે રમવા દેવામાં આવી રહ્યો છે. કોઈ બીજી રમતમાં આવુ બન્યુ હોત તો તેને રમતમાંથઈ બહાર કરી દેવાયો હોત. તેમને અમદાવાદમાં રમાનાર ટેસ્ટમાં રમવા ન દેવામાં આવે.
ઈંગ્લેન્ડના આ પૂર્વ ખેલાડીએ મેચ રેફરી જવાગલ શ્રીનાથની પણ ટીકા કરી છે. તેમણે લખ્યું કે, ફેંસને મેદાન પર કોઈ ખેલાડીના ખરાબ વર્તનને દેખાડવા માટે યેલો અને રેડ કાર્ડની શરૂઆત થઈ હતી. કોહલીએ મેદાનમાં જે રીતે વ્યવહાર કર્યો હતો, તેમને સીધુ રેડ કાર્ડ દેખાડવું જાેઈતું હતું. જેનો મતલબ છે કે તે આવનારા ત્રણ મેચ ન રમી શકે. આ મામલે રેફરી શ્રીનાથે ત્રણ દિવસ વિતવા છતા હજુ કોઈ કાર્યવાહી નથી કરી.
લોયડ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ કહ્યું હતુ કે, કોહલી મોટો ખેલાડી છે. તે મેદાન પર આ રીતે અમ્પાયરને ડરાવી ન શકે. બની શકે કે અમ્પાયરનો ર્નિણય યોગ્ય ન હોય પરંતુ તમે એક કેપ્ટન તરીકે આવુ ન કરી શકો.
Recent Comments